બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / જંગલેશ્વરમાં ડિમોલિશનનો બીજો દિવસ, આજે 300 મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર
Last Updated: 10:30 AM, 24 February 2026
Rajkot Demolition : અમદાવાદમાં મેગા ડિમોલિશન હાથ ધરાયા પછી હવે દાદાનું બુલડોઝર રાજકોટ તરફ વળ્યું છે અને રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલોશનની કાર્યવાહી આજે બીજા દિવસે પણ મોટા પાયે હાથ ધરવામાં આવશે. આજે રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આશરે 300 મકાનો પર બુલડોઝર ફરી વળશે. ખાસ ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ બુલડોઝરે આશરે 1119 મકાનો તોડી પાડયા હતા.
ADVERTISEMENT
1400થી વધુ મકાનો પર RMCના બુલડોઝરની તવાઈ, જુઓ દ્રશ્યો ડ્રોનની નજરે #Rajkot #Jangleshwar #DemolitionDrive #RMC #EncroachmentRemoval #BulldozerAction #GujaratNews #UrbanAction #RajkotNews #IndiaNews #VTVDigital pic.twitter.com/ke4pooLTeR
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) February 23, 2026
ADVERTISEMENT
રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કાર્યવાહી સતત બીજા દિવસે પણ યથાવત રાખવામાં આવી છે. રાજકોટના ઇતિહાસમાં આ સૌથી મોટું ડિમોલિશન ગણાઈ રહ્યું છે. પ્રશાસન દ્વારા ગેરકાયદે બનાવાયેલા મકાનો અને પ્રોપર્ટી સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજા દિવસે પણ વહેલી સવારે જ પોલીસ કાફલો અને મ્યુનિસિપલ ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને કામગીરી ચાલુ કરી દીધી છે. આજે અંદાજે 300 થી 400 મકાનો પર બુલડોઝર ફેરવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. સમગ્ર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી પૂર્ણ થઈ શકે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સમગ્ર મામલે DCP હેતલ પટેલે જણાવ્યું હતું કે,
ડિમોલિશનની કામગીરી સંપૂર્ણ કાયદેસરની પ્રક્રિયા હેઠળ ચાલી રહી છે. આજે પણ પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને કામગીરી યથાવત છે. ગઈકાલે એક હજારથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ અનિચ્છનીય બનાવ સામે આવ્યો નથી અને સમગ્ર કાર્યવાહી શાંતિપૂર્ણ રીતે ચાલી રહી છે. સ્થાનિક લોકો દ્વારા પણ પ્રશાસનને સારો સહકાર આપવામાં આવ્યો છે. જેના કારણે કામગીરી સરળતાથી આગળ વધી રહી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
ડિમોલિશનની શરૂઆત પહેલા દિવસે મોટા પાયે કરવામાં આવી હતી. દિવસ દરમિયાન કુલ 1119 પ્રોપર્ટીનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. જેમાંથી 997 મિલકતો નદીના પટ વિસ્તારમાં હતી અને તેમાંથી 681 મકાનો નદીના પટમાંથી દૂર કરવામાં આવ્યા હતા. રાત સુધી ચાલી રહેલી કામગીરી દરમિયાન એક હજારથી વધુ ગેરકાયદેસર મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. પ્રશાસન દ્વારા ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ પણ પ્રકારની અશાંતિ ન સર્જાય.


મેગા ડિમોલિશનના બીજા દિવસે પણ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી તેજ ગતિએ શરૂ છે. પ્રશાસનના જણાવ્યા અનુસાર હજુ પણ લગભગ 300 થી 400 મકાનો બાકી છે જેને તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આજે પણ બુલડોઝર દ્વારા ગેરકાયદે દબાણો દૂર કરવામાં આવશે. શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જંગલેશ્વર વિસ્તારમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત ચાલી રહેલી આ કાર્યવાહી પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહેશે. પ્રશાસનનો દાવો છે કે સમગ્ર પ્રક્રિયા પારદર્શક રીતે અને કાનૂની માપદંડો મુજબ અમલમાં મુકાઈ રહી છે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.