બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લોકરક્ષકની લેખિત પરીક્ષાની પ્રોવિઝનલ આન્સર કી થશે જાહેર, આ રીતે ચેક કરો સાચા જવાબ
Last Updated: 02:36 PM, 20 June 2025
Police Recruitment Board : ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા બાદ હવે Provisional Answer Keyને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ લેખિત પરીક્ષા તા.15-06-2025ના રોજ લેવામાં આવી હતી. આ લેખિત પરીક્ષામાં 2,37,000 જેટલા ઉમેદવારો હાજર રહ્યા હતા. હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR Sheet સ્કેન કરી ઉમેદવારો જોઇ શકે તે માટે તા.16-06-2025ના રોજ વહેલી સવારે ભરતી બોર્ડની વેબસાઇટ ઉપર અપલોડ કરવામાં આવી હતી.
ADVERTISEMENT

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક કેડરની લેખિત પરીક્ષા પરીક્ષાની Provisional Answer Key માસ્ટર સેટ પ્રશ્નપત્ર મુજબ ભરતી બોર્ડની વેબસાઇટ https://gprb.gujarat.gov.in તથા https://lrdgujarat2021.in ઉપર આજરોજ કલાકઃ 16:00 વાગ્યાથી જાહેર કરવામાં આવશે.
ADVERTISEMENT

આ સાથે ઉમેદવારોને Provisional Answer Keyમાં જે જવાબની સામે વાંધા/રજુઆત હોય તો તા.20-06-2025ના કલાક 16:00 વાગેથી તા.23-06-2025 ના કલાક 23:59 વાગ્યા સુધીમાં ઓનલાઇન વાંધા/રજુઆત મોકલવાની રહેશે.
ADVERTISEMENT
આ પણ વાંચો : ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, કર્યા ફરજિયાત નિવૃત
નોંધનીય છે કે, ઓનલાઇન સિવાય અન્ય કોઇપણ રીતે મોકલવામાં આવેલ તથા તારીખ/સમય વિતી ગયા બાદ મળેલ વાંધા/રજુઆત ધ્યાને લેવામાં આવશે નહી તેવું ભરતી બોર્ડ દ્વારા જણાવાયું છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.