બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, કર્યા ફરજિયાત નિવૃત

કાર્યવાહી / ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓ સામે ચાલ્યો સરકારનો ડંડો, કર્યા ફરજિયાત નિવૃત

Vidhata Gothi

Last Updated: 10:13 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Operation Gangajal: ગુજરાત સરકારના ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 અધિકારીઓને નિવૃત કરી દેવામાં આવ્યા છે. સરકારે બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત કરવાનો આદેશ આપ્યો છે.

ગાંધીનગર: ગુજરાત સરકારે પોલીસ વિભાગમાં ઓપરેશન ગંગાજળ શરૂ કર્યું છે. હવે આ ઓપરેશન ગંગાજળ હેઠળ વધુ 2 અધિકારીઓને નિવૃત કરવામાં આવ્યા છે. બે પોલીસ અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે. માહિતી અનુસાર, ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને ફરજિયાત રિટાયર કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.

vtv app promotion

CID ક્રાઇમમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.વી. બતુલને ફરજિયાત નિવૃત કરવામાં આવ્યા છે. તો અમદાવાદ શહેરમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર વી.જે. ફર્નાન્ડિસને પણ ફરજિયાત નિવૃત્તિ આપી દેવામાં આવી છે.

આ પણ વાંચો: શું રથયાત્રા સાદગીપૂર્વક નીકળશે? મંદિર પ્રશાસને આપ્યું મોટું અપડેટ

ગુજરાત સરકારનું 'ઓપરેશન ગંગાજળ'

ઉલ્લેખનીય છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાસ મિશન હેઠળ ભ્રષ્ટ અધિકારીઓ પર એક્શન લઈ અધિકારીઓને સમય કરતા વહેલા રિટાયરમેન્ટ આપીને ઘરભેગા કરી રહ્યાં છે. ગુજરાત સરકાર ઓપરેશન ગંગાજળ હેઠળ એવા અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપીને ઘરભેગા કરી રહી છે જેઓ પોતાના હોદ્દાનો ગેરલાભ ઉઠાવીને ભ્રષ્ટાચાર આચરી રહ્યા છે. રાજ્ય સરકાર સરકારી અધિકારીઓ અને કર્મચારીઓમાં પ્રામાણિકતા, નિર્ણાયકતા, નિષ્ઠા અને આજ્ઞાપાલન જેવી બાબતોને પણ ચકાસી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Operation Gangajal Police officers retirement Gujarat Government
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ