બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / શું રથયાત્રા સાદગીપૂર્વક નીકળશે? મંદિર પ્રશાસને આપ્યું મોટું અપડેટ

Rath Yatra 2025 / શું રથયાત્રા સાદગીપૂર્વક નીકળશે? મંદિર પ્રશાસને આપ્યું મોટું અપડેટ

Vidhata Gothi

Last Updated: 09:35 AM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Rath Yatra 2025: પ્રખ્યાત ભગવાન જગન્નાથની 148મી રથયાત્રાને આડે માત્ર અઠવાડિયું જ બચ્યું છે, ત્યારે આજે રથયાત્રાને લઈને ગૃહમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર સાથે મંદિર ટ્રસ્ટની બેઠક થઈ.

Ahmedabad Rath Yatra 2025: અમદાવાદની પ્રખ્યાત ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા આડે હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે રથયાત્રાને લઈ તૈયારીઓએ જોર પકડ્યું છે. ત્યારે આજે રથયાત્રાને લઈને ગૃહમંત્રી, ડીજીપી, પોલીસ કમિશનર સાથે મંદિર ટ્રસ્ટની બેઠક થઈ. જગન્નાથ મંદિર પ્રશાસને સાદગીપૂર્વક રથયાત્રા નીકળવાની વાતને અફવા ગણાવી છે.

rath-yatara-1

148મી રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી

માહિતી અનુસાર, અમદાવાદમાં પંરપરાગત રૂટ પર જ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. 101 ટ્રક, 18 હાથી, 30 અખાડા સાથે ભગવાન નગરયાત્રાએ નીકળશે. અમદાવાદમાં પંરપરાગત રૂટ પર જ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. મંદિર પ્રશાસને સાદગીપૂર્વક રથયાત્રા નીકળવાની વહેતી થયેલી વાતોને ખોટી ગણાવી છે.

Jagannath-Rath-Yatra-01

પંરપરાગત રૂટ પર જ નીકળશે રથયાત્રા

અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલ્લી રહી છે. ત્યારે કોર્પોરેશનના પદાધિકારીઓ દ્વારા રથયાત્રાના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ અંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું કે

"રથયાત્રાના 14 કિલોમીટરના રૂટ પર રસ્તા રિસર્ફેસ કરવાના, ઝાડ ટ્રીમ કરવાની કામગીરી, હેલોજન લાઈટો અને પાણીની પરબ અને ફાયરબ્રિગેડ તથા આરોગ્યની સમસ્ત સુવિધાઓ ઉપલબ્ધ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે."
Vtv App Promotion

વધુમાં જણાવતા મેયરે કહ્યું,

"રથયાત્રાના રૂટને હેરીટેજ રૂટ તરીકે વિકસાવવામાં અવી રહ્યો છે. હાલમાં માત્ર જગન્નાથ મંદિરથી લઈને એએમસી દાણાપીઠ ઓફિસ સુધીના 1 કિલોમીટરથી વધુના રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. આ વર્ષની રથયાત્રાને હેરિટેજ લુક આપવામાં આવશે. રૂટમાં આવતા જર્જરિત મકાનોને નોટિસ આપીને તોડાઈ રહ્યા છે. 525 જર્જરિત મકાનોને નોટિસ આપવામાં આવી છે. જયારે 22 જર્જરિત મકાનો ઉતારી દેવામાં આવ્યા છે, 50 જર્જરિત મકાનો સામે કામગીરી ચાલુ છે. સુરક્ષાની દ્રષ્ટિએ તમામ પ્રકારની કાળજી રાખવામાં આવી છે. રથયાત્રાના રૂટ પર કોઈ પ્રકારનો બદલાવ કરવામાં આવ્યો નથી."

આ પણ વાંચો: BRTS બસની અંદર બેઠેલા મુસાફરને ખોલવી પડી છત્રી, જોત જોતામાં વાયરલ થઇ ગયો વીડિયો

જયારે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું,

"દર વર્ષની જેમ આ વર્ષે પણ રથયાત્રાનું આયોજન રંગેચંગે કરાશે. રથયાત્રામાં કેટલા ટ્રક-અખાડા હશે તેની સરકારની મંજુરી મળી નથી."

જગન્નાથ મંદિર પરિસરમાં સફાઈ, શણગાર અને રથોના રંગરોગાનનું કામ થઈ ગયું છે. ભગવાન જગન્નાથ, સુભદ્રા અને બલભદ્રના રથોને નવું રૂપ આપવા માટે વિવિધ ટીમો કામે લાગી છે. બીજી તરફ નગરજનોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Jagannath Rath Yatra Ahmedabad Ahmedabad Rath Yatra 2025
Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ