બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: દિવાળી ટાણે જ ખેડૂતોની હૈયાહોળી, ભાવ ન મળતા ડુંગળીને રસ્તા ઉપર ફેંકી રોષ ઠાલવ્યો
Last Updated: 11:46 AM, 12 October 2025
Jamnagar News: કપાસ પછી ડુંગળીના નબળા ભાવે ગુજરાતના ખેડૂતોને રડાવ્યા છે. દિવાળી ટાણે જ રાજ્યના ખેડૂતો ચિંતામાં મૂકાઈ ગયા છે. કપાસ પછી હવે ડુંગળીના ખેડૂતોની હૈયાહોળી સામે આવી છે. જામનગર જિલ્લાના ધુતારપર ગામમાં ખેડૂતોએ ડુંગળી રસ્તા પર ફેંકીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. મહામહેનતે પકવેલી ડુંગળીનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોએ રોષે ભરાઈ રસ્તા પર જ ડુંગળી ફેંકી વિરોધ નોંધાવ્યો.
ADVERTISEMENT
જામનગરના ધુતારપર ગામે જગતના તાત મોંઘામુલે પકવેલ ડુંગળી રોડ પર ફેકવા મજબૂર બન્યા છે. ડુંગળીનો પુરતો ભાવ ન મળતા ખેડૂતો રોષે ભરાયા છે અને તેમણે ડુંગળીના પોષણ સમ ભાવ મળે તેવી માગ કરી છે. ખેડૂતોનું કહેવું છે કે રાતોના ઉજાગરા કરીને તૈયાર કરેલી ડુંગળીના બજારમાં મણ દીઠ 150 રૂપિયા ભાવ મળે છે. ડુંગળી તૈયાર કરવામાં વીઘા દીઠ 40 હજારનો ખર્ચ થતો હોવાનો ખેડૂતોએ દાવો કર્યો છે. ત્યારે ઓછા ભાવના લીધે વાવેતર ખર્ચ પણ ન નીકળતો હોવાની વાત કરી છે. આટલા ઓછા ભાવે તો ખેડૂતોને વાવેતરમાં કરેલો ખર્ચ પણ ન નીકળે, તો નફાની તો વાત જ શું કરવી?
ADVERTISEMENT
દિવાળી ટાણે ખેડૂતોની હૈયાહોળી, ભાજપ સરકાર પર રોષ ઠાલવ્યો
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 12, 2025
(મહામહેનતે પકવેલી ડુંગળીનો ભાવ ન મળતાં ખેડૂત રસ્તે ફેંકવા મજબૂર, જામનગરના ધુતારપર ગામમાં ખેડૂતોએ ડુંગળી રોડ પર ફેંકી કર્યો વિરોધ, રાતોના ઉજાગરા કરીને તૈયાર કરેલી ડુંગળીના બજારમાં મણ દીઠ 150 રૂપિયા, ડુંગળી તૈયાર કરવામાં… pic.twitter.com/XG40ftMoGy
ADVERTISEMENT
ખેડૂત પી.ટી.જાડેજાએ કહ્યું, "અમારી એક જ માંગ છે કે આ ડુંગળીની જે પડતર કિંમત અમને આમાં પોસાતી નથી. એક વીઘાનો સરેરાશ ખર્ચો ગણીએ તો 40 હજાર થાય છે. મજૂરી, બિયારણ, ટ્રેક્ટર, દવા છાંટવાના એ બધામાં તોતિંગ વધારો અને ખેડૂતોને દસ વર્ષ મોર આજે હિસાબ કરો તો કેટલા હતા. મગફળીના પંદરસો હતા, આજે એ ભાવ નથી. અમે ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા, અને એને ખેડૂતોની કમર તોડી નાખી. હવે અમે અહીંથી ચેલેન્જ કરીએ છીએ કે જામનગર જિલ્લાની ધુતારપર સીટ પર કોઈ પણ ઉમેદવાર આવે ભાજપનો અમે મોરે મોરો દઈ દેશું."

ADVERTISEMENT
જૈમિન માધાણીએ કહ્યું, "ખેડૂતોને ડુંગળીના ભાવ મળતા નથી. જેના લીધે ખેડૂતોનો આક્રોશ ભભૂકી ઉઠ્યો છે. દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે, ખેડૂતોને ભાવ મળતા નથી, જેના લીધે ખેડૂતો પાસે હાલ કોઈ વ્યવસ્થા નથી, પૈસા નથી. મજૂરોને પૈસા ચુકવવાના છે. બહુ ખરાબ પરિસ્થિતિ છે. મગફળીમાં ભાવ મળતા નથી. કપાસમાં તો સરકારે પહેલાથી જ ઈમ્પોર્ટ ડ્યુટી નાબૂદ કરી દીધી છે. એટલે ખેડૂતોની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે. એટલે ખેઊતોએ રોષ વ્યક્ત કર્યો." ખેડૂત જયેશ સંઘાણીએ કહ્યું, "મને ડુંગળીનો એક વીઘે માર્કેટ સુધી પહોંચાડવા ડુંગળીનો 40 હજારનો ખર્ચો થાય છે. હું વેચવા જાઉં તો આખેઆખી 4 વીઘાની ડુંગળીનો 15-20 હજાર હાથ પર આવે છે."
ADVERTISEMENT
આ પણ વાંચો: દિવાળી પહેલા જ તંત્રની મોટી કાર્યવાહી, સરકારી કર્મચારીઓને તત્કાલ અસરથી છૂટા કરાયા
ADVERTISEMENT
આ સમગ્ર પરિસ્થિતિમાં અનેક સવાલો ઊભા થાય છે, જેમ કે દર વખતે ખેડૂતોને જ કેમ ભોગવવું પડે? નબળા ભાવ સામે ખેડૂત ક્યાં સુધી ટકી શકશે? ખેડૂતોનો કોળિયો છીનવનારા સામે કાર્યવાહી ક્યારે થશે? અને સૌથી મોટો સવાલ એ છે કે ડુંગળીના યોગ્ય ભાવ માટે કોઈ સુવ્યવસ્થિત વ્યવસ્થા કેમ નથી? કોના પાપે ખેડૂતો થઈ રહ્યાં છે પાયમાલ? દિવાળી જેવા ખુશીના તહેવારના સમયે જ ખેડૂતોએ પોતાની જ મહેનતના પાકને રસ્તા પર ફેંકીને વિરોધ કરવો પડે છે. જગતનો તાત કહેવાતા ખેડૂતોની આ હાલત ખરેખર ચિંતાજનક છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.