બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / દિવાળી પહેલા જ તંત્રની મોટી કાર્યવાહી, સરકારી કર્મચારીઓને તત્કાલ અસરથી છૂટા કરાયા
Last Updated: 10:13 AM, 12 October 2025
Anand News: આણંદ મહાનગરપાલિકા કમિશનરની કડક કાર્યવાહી હાથ ધરી છે. દિવાળી પહેલાં મનપા કચેરીના બે કર્મચારીને તત્કાલ અસરથી છૂટા કરાયા છે. મળતી માહિતી મુજબ તેમના વિરુદ્ધ ફરિયાદ આવતા આ પગલું લેવામાં આવ્યું છે.
ADVERTISEMENT
આણંદ મહાનગરપાલિકા કમિશનર મિલિંદ બાપનાએ કડક વલણ અપનાવી માનપા કચેરીના બે કર્મચારીઓને તાત્કાલિક અસરથી છૂટા કરવાની કાર્યવાહી કરી છે. આ બંને કર્મચારીઓ અરજદારો સાથે ગેરવર્તન કરતા હોવાની ફરિયાદો મળતાં આ પગલાં લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT
મિલિંદ બાપનાને અરજદારો તરફથી મળેલી ફરિયાદોના આધારે, કર્મચારીઓ દ્વારા ફરજ દરમિયાન અનાવશ્યક વિલંબ અને ગેરવર્તુણૂક થતી હોવાના ગંભીર આરોપોની તપાસ કરી તુરંત પગલાં લીધા હતા. આ પગલાંથી મનપા તંત્રમાં શિસ્તના સંકેત મળ્યા છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જન્મ-મરણ નોંધણી વિભાગમાં કામ કરતા માલવ પટેલ અને દિવાબત્તી વિભાગમાં ફરજ બજાવતા યશ સંઘવીને તાત્કાલિક અસરથી છૂટા કરાયા છે. આ બંને કર્મચારીઓ અંગે અનેકવાર અસંતોષ અને ફરિયાદો સામે આવી હતી, જેને લઈ કમિશનરે કડક નિર્ણય કર્યો છે.
વધુ વાંચો: Filmfare Award 2025 : બે ગુજ્જુ સ્ટારે વધાર્યું ગૌરવ, આ કેટેગરીમાં જીત્યો એવોર્ડ
ADVERTISEMENT

ADVERTISEMENT
આ કડક પગલાંથી મનપા કચેરીમાં કામચોર અને ગેરવર્તન કરતા કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. કમિશનર મિલિંદ બાપનાએ સ્પષ્ટ સંદેશો આપ્યો છે કે કામમાં બેદરકારી કે જાહેર જનતા સાથે દુર્વ્યવહાર મનપા સહન નહીં કરે.
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.