બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Filmfare Award 2025 : બે ગુજ્જુ સ્ટારે વધાર્યું ગૌરવ, આ કેટેગરીમાં જીત્યો એવોર્ડ
Last Updated: 07:55 AM, 12 October 2025
Filmfare Awards 2025: આ વર્ષે હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ લોકપ્રિય એવો Filmfare Awards 2025 ગઇકાલે અમદાવાદ ખાતે યોજાયો. આ એવોર્ડ સેરેમની એકા ક્લબ ખાતે થઈ હતી. આ વર્ષે કિરણ રાવની ફિલ્મ 'લાપતા લેડિઝ' સૌથી વધુ ચર્ચામાં રહી. અને આ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ ગુજરાતી લેખિકા સ્નેહા દેસાઇના ફાળે ગયો. આટલું જ નહીં આ વર્ષે લાપતા લેડિઝે 24 નોમિનેશનમાંથી 14 એવોર્ડ મેળવીને રેકોર્ડ બનાવ્યો છે. સ્નેહા દેસાઇને આ ફિલ્મ માટે બેસ્ટ ડાયલોગનો એવોર્ડ મળ્યો એ દરેક ગુજરાતી માટે ગૌરવણી વાત છે. જો કે આટલું જ નહીં પણ આ ફિલ્મને બેસ્ટ ડાયલોગ ઉપરાંત , બેસ્ટ ફિલ્મ, બેસ્ટ ડિરેક્ટર (કિરણ રાવ), બેસ્ટ ડેબ્યૂ (ફિમેલ) (નિતાંશી ગોયલ) , બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસ (છાયા કદમ), બેસ્ટ સપોર્ટિંગ એક્ટર (રવિ કિશન), બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટિક્સ) (પ્રતિભા રાંટા), બેસ્ટ કોસ્ચ્યુમ (દર્શન જાલન), બેસ્ટ બેકગ્રાઉન્ડ સ્કોર, બેસ્ટ મ્યૂઝિક (રામ સંપથ), બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) (અરિજીત સિંઘ) અને બેસ્ટ લિરિક્સ (પ્રશાંત પાંડે) ને પણ આ જ ફિલ્મ માટે એવોર્ડ મળ્યા.
ADVERTISEMENT
Congratulations to #SnehaDesai as she wins the Filmfare Award for Best Screenplay for #LaapataaLadies at the#70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari
Associate Partners:… pic.twitter.com/d82euZxoLs
ADVERTISEMENT
તો બીજી ગુજરાતીઑ માટે ગૌરવની વાત એ છે કે આપણા સૌના હોઠે રમતું અને મનગમતું આદિત્ય ગઢવીના અવાજમાં ગવાયેલું ગીત 'ખલાસી'જેણે કમ્પોઝ કર્યું છે, તે ગુજરાતનું ગૌરવ એવા અચિંત ઠક્કરને પણ Filmfare Awards 2025માં તેના ટેલેન્ટ માટે પોંખવામાં આવ્યો. આ વર્ષની બેસ્ટ ફિલ્મો જેવી કે જિગરા અને મિસ્ટર એન્ડ મિસિસ માહી માટે અચિંતને અતિ સન્માનીય 'આર.ડી. બર્મન એવોર્ડ' થી નવાજવામાં આવ્યો જે દરેક ગુજરાતી માટે ગૌરવની ક્ષણ હતી.
Congratulations!#AchintThakkar wins the R.D. Burman Award for Upcoming Talent in Music for Jigraa and Mr and Mrs Mahi at the #70thHyundaiFilmfareAwards2025WithGujaratTourism
— Filmfare (@filmfare) October 11, 2025
Title Partner: @HyundaiIndia
Destination Partner: @GujaratTourism
Co-Powered By: @itssweetysupari… pic.twitter.com/HbIjRtqul2
ADVERTISEMENT
અભિષેક બચ્ચન અને કાર્તિક આર્યનને બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. કાર્તિકને 'ચંદુ ચેમ્પિયન' અને અભિષેક બચ્ચનને 'આઈ વોન્ટ ટુ ટોક' માટે એવોર્ડ મળ્યો હતો. બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટને ફિલ્મ "જિગરા " માં ઉત્કૃષ્ટ અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.રાજકુમાર રાવે પણ ફિલ્મફેર વિજેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું. તેમને ફિલ્મ 'શ્રીકાંત' માટે શ્રેષ્ઠ અભિનેતા ક્રિટિક્સ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
વધુ વાંચો: દિવાળીમાં ધોધમાર વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી

ADVERTISEMENT
કુણાલ ખેમુને ફિલ્મ 'મડગાંવ એક્સપ્રેસ' માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો છે. કુણાલ ઉપરાંત, આદિત્ય સુહાસ જાંભલેને ફિલ્મ 'આર્ટિકલ 370' માટે બેસ્ટ ડેબ્યૂ ડિરેક્ટરનો એવોર્ડ મળ્યો.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.