બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દિવાળીમાં ધોધમાર વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી

ચોંકાવનારુ / દિવાળીમાં ધોધમાર વરસાદ ખાબકશે, અંબાલાલ પટેલે કરી ભયાનક આગાહી

Krutarth Joshi

Last Updated: 06:07 AM, 12 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Rain Prediction: ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પછોતરા વરસાદને કારણે ન માત્ર ચોમાસા પાકને નુકસાન કરી ચુક્યો છે.

unseasonal rains during Diwali : અંબાલાલ પટેલની આગાહી અનુસાર દિવાળી આસપાસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ અને માવઠાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચોમાસુ આ વર્ષે ખુબ જ ડામાડોળ રહી ચુક્યું છે. નવરાત્રીમાં પણ વરસાદ પડવાનાં કારણે ન માત્ર ખેલૈયા પરંતુ ખેડૂતોની પણ માઠી દશા બેઠી હતી. રાજ્યમાં ચોમાસામાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હવે ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઇ ચુકી છે.

ચોમાસું પાકને નુકસાન

જો કે હવે ચોમાસાની વિદાય બાદ પણ માવઠા થાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. પછોતરા વરસાદને કારણે ન માત્ર ચોમાસા પાકને નુકસાન કરી ચુક્યો છે. નવરાત્રીમાં વરસાદ થયો અને મગફળી કપાસના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. હજુ પણ એક પછી એક સિસ્ટમના કારણે વાતાવરણમાં પલટો આવે તેવી શક્યતા છે. અને શિયાળું પાક માટે આ વરસાદ ફાયદાકારક સાબિત થઇ શકે છે.

અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આ અંગે આગાહી કરતા જણાવ્યું કે, 13 ઓક્ટોબરથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. 17 ઓક્ટોબરથી દરિયા કિનારે ભારે પવન ફૂંકાયો અને વાદળછાયું વાતાવરણ રહેશે. 18 થી 20 ઓક્ટોબરના બંગાળના ઉપસાગરમાં એક લો પ્રેશર બને તેવી શક્યતા છે. અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર, અરબી સમુદ્રમાં ફરી એક સિસ્ટમ સક્રિય થશે. જે ગુજરાતના વાતાવરણમાં દિવાળી સમયે જ પલટો લાવશે. 18 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ ઉપરાંત કોઇક કોઇક સ્થળે માવઠાની શક્યતા છે. 7 નવેમ્બરથી દક્ષિણ ભારતમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. જેના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે.

આ પણ વાંચોઃ ચૂંટણી લડવાની અટકળો વચ્ચે પવન સિંહને લઇ મોટા સમાચાર, કહ્યું 'હું સમાજને...'

દિવાળી આસપાસ વાદળ થાય કે શુકનવંતુ

અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર દિવાળીની આસપાસ વાદળો થાય તો આવતું વર્ષ સારું ગણવામાં આવે છે. ચાલુ વર્ષે દિવાળીની આસપાસ વાદળછાયું વાતાવરણ રહેશે અને આવતા વર્ષોનો કોલ ગણવામાં આવશે. આ દરમિયાન હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી શકે છે. 9 થી 11 નવેમ્બરના એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે અને માવઠાની વકી રહેલી છે.

vtv app promotion

નવેમ્બર-ડિસેમ્બરમાં વાવાઝોડાની શક્યતા

ગુજરાતમાં માવઠા જેવો માહોલ જોવા મળશે. જ્યારે 16 નવેમ્બરથી બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બનશે. ધીમે-ધીમે તે સિસ્ટમ મજબૂત સિસ્ટમ બનતા 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં ભારે વાવાઝોડું આવે તેવી પણ શક્યતા છે. એક બાદ એક સિસ્ટમ બનવાના કારણે વાતાવરણમાં પલટો આવ્યા કરશે અને માવઠા થવાની શક્યતા પણ તેટલી જ બળકટ રહેશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heavy rains will fall during Diwali Ambalal Patel makes a dire prediction unseasonal rains during Diwali
Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ