બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 12:04 PM, 11 October 2025
Bihar Assembly Elections: પ્રખ્યાત ભોજપુરી ગાયક અને સુપરસ્ટાર પવન સિંહ આવનારી બિહાર ચૂંટણી નહીં લડે. તેમણે પોતે આ જાહેરાત કરી છે. ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની તેમની તાજેતરની મુલાકાત બાદ, એવી ચર્ચાઓ અને અટકળોએ જોર પકડ્યું હતું કે ભોજપુરી સ્ટાર બિહારની કોઈ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. ભોજપુરી ઉદ્યોગમાં 'પાવર સ્ટાર' તરીકે જાણીતા પવને શનિવારે X પર એક પોસ્ટ કરીને આ અંગે સ્પષ્ટતા કરી છે. તેમણે કહ્યું, 'હું, પવન સિંહ, મારા ભોજપુરી સમાજને કહેવા માંગુ છું કે હું બિહાર વિધાનસભા ચૂંટણી લડવા માટે પાર્ટીમાં જોડાયો નહોતો જોડાયો, અને ન તો મારે વિધાનસભા ચૂંટણી લડવી છે.'
ADVERTISEMENT
मैं पवन सिंह अपने भोजपुरीया समाज से बताना चाहता हूँ कि मैं बिहार विधानसभा चुनाव लड़ने के लिए पार्टी ज्वाइन नहीं किया था और नाहीं मुझे विधानसभा चुनाव लड़ना है |
— Pawan Singh (@PawanSingh909) October 11, 2025
मैं पार्टी का सच्चा सिपाही हूँ और रहूँगा। pic.twitter.com/reVNwocoav
ADVERTISEMENT
પવન સિંહે કહ્યું કે તેમનો ચૂંટણી લડવાનો કોઈ ઇરાદો નથી અને તેઓ ફક્ત પક્ષના સાચા સૈનિક બનીને રહેવા માંગે છે. આ પોસ્ટથી તેમના ચૂંટણી ન લડવાની અટકળોનો અંત આવ્યો છે. પવન સિંહે ચૂંટણી ન લડવાની જાહેરાત તેમની પત્ની સાથે ચાલી રહેલા વિવાદ વચ્ચે કરી છે.
તાજેતરમાં, પવન સિંહની ભાજપના વરિષ્ઠ નેતાઓ સાથેની કેટલીય મુલાકાતને લઈને એવા સમાચાર સામે આવ્યા હતા કે તેઓ આ વખતે ચૂંટણી લડી શકે છે. જોકે, હવે સ્પષ્ટ થઈ ગયું છે કે તેમનું ધ્યાન મુખ્યત્વે ભોજપુરી સિનેમા અને સંગીત પર રહેશે. આનાથી તેમના ચાહકોમાં રાહતની ભાવના છે, જ્યારે રાજકીય વિશ્લેષકો તેને ભાજપની ચૂંટણી રણનીતિ તરીકે જોઈ રહ્યા છે.
ADVERTISEMENT

એક તરફ જ્યાં પવન સિંહનું અંગત જીવન પણ ચર્ચામાં છે. તો બીજી તરફ તેમની પત્ની જ્યોતિ સિંહ બિહાર વિધાનસભાની ચૂંટણી લડવાની ઇચ્છા વ્યક્ત કરી ચુકી છે. શુક્રવારે જ્યોતિએ જનસુરાજ પાર્ટીના સ્થાપક અને રાજકીય રણનીતિકાર પ્રશાંત કિશોર સાથે શેખપુરા સ્થિત તેમના નિવાસસ્થાને મુલાકાત કરી. આ મુલાકાત અંગે, જ્યોતિ સિંહે સ્પષ્ટતા કરી કે તેમનો હેતુ ચૂંટણીલક્ષી નહોતો.
ADVERTISEMENT
આ પણ વાંચો: આવું કરાય? ભારતમાં આવતાં જ તાલિબાની સરકારના વિદેશ મંત્રીએ કરી નાખ્યું ચોંકાવનારુ, દેશમાં ખળભળાટ
પ્રશાંત કિશોરને મળ્યા બાદ પત્રકારો સાથે વાત કરતા જ્યોતિ સિંહે કહ્યું, "હું અહીં કોઈ ચૂંટણી લડવા કે ટિકિટ માંગવા માટે નથી આવી. મારી સાથે જે અન્યાય થયો છે, તે બીજી કોઈ મહિના સાથે ન થાય. હું અન્યાયનો સામનો કરી રહેલી બધી મહિલાઓનો અવાજ બનવા માંગુ છું." તેમણે કહ્યું કે તે સમાજમાં મહિલાઓના અધિકારો અને સન્માન માટે કામ કરવા માંગે છે અને આ હેતુ માટે પ્રશાંત કિશોરને મળવા આવી હતી. ઉલ્લેખનીય છે કે જ્યોતિ સિંહે પવન સિંહ પર અનેક ગંભીર આરોપો લગાવ્યા છે, જે કાનૂની અને સામાજિક ચર્ચાનો વિષય બની ગયા છે. આ કેસને લીધે પવન સિંહની છબી અને જાહેર ચર્ચા બંને પર અસર થઈ રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.