બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / આવું કરાય? ભારતમાં આવતાં જ તાલિબાની સરકારના વિદેશ મંત્રીએ કરી નાખ્યું ચોંકાવનારુ, દેશમાં ખળભળાટ
Last Updated: 10:49 AM, 11 October 2025
અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના વિદેશ મંત્રી અમીર ખાન મુત્તાકીએ ભારતમાં આવ્યાં બાદ એક મોટો વિવાદ ઊભો કર્યો છે. મહિલાઓના અવાજને કચડવા માટે જાણીતા તાબિલાની મંત્રીએ દિલ્હીમાં એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને તેમાં મહિલા પત્રકારોના આવવા પર પ્રતિબંધ મૂકી દેતાં રાજકીય હોબાળો મચ્યો હતો. આ ઘટના વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની તેમની વાતચીતના કલાકો પછી બની સરકારે જણાવ્યું છે કે દિલ્હીમાં અફઘાન દૂતાવાસમાં અફઘાન વિદેશ મંત્રી દ્વારા યોજવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં ભારતીય વિદેશ મંત્રાલયનો કોઈ હાથ નહોતો.
ADVERTISEMENT
Govt has dishonoured every single Indian woman by allowing Taliban minister to exclude women journalists from presser. Shameful bunch of spineless hypocrites. pic.twitter.com/xxnqofS6ob
— Mahua Moitra (@MahuaMoitra) October 10, 2025
વિદેશ મંત્રાલયનો કોઈ હાથ નથી- ભારત
ADVERTISEMENT
તાલિબાન શાસન પર અફઘાનિસ્તાનમાં મહિલાઓના અધિકારોને પ્રતિબંધિત કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, અને મુત્તાકીએ મહિલાઓની સ્થિતિ અંગે સીધો પ્રશ્ન ટાળતા કહ્યું કે દરેક દેશના પોતાના રિવાજો હોય છે. આ મુદ્દાએ દેશમાં રાજકીય ગરમી વધારી દીધી છે. કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ પીએમ મોદીને ઘેરવાનો પ્રયાસ કર્યો છે.
ADVERTISEMENT
પ્રિયંકા ગાંધીએ શું કહ્યું
પ્રિયંકા ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, "વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કૃપા કરીને સ્પષ્ટ કરો કે ભારતની મુલાકાતે આવેલા તાલિબાન પ્રતિનિધિની પ્રેસ કોન્ફરન્સમાંથી મહિલા પત્રકારોને કેમ દૂર કરવામાં આવ્યા. જો મહિલા અધિકારો વિશે તમારી વાત ફક્ત ચૂંટણી સમયના પોશાકની નથી, તો પછી દેશની કેટલીક સૌથી સક્ષમ મહિલાઓનું આ અપમાન આપણા દેશમાં કેવી રીતે થવા દેવામાં આવ્યું? આ એ જ દેશ છે જ્યાં મહિલાઓ કરોડરજ્જુ અને ગૌરવ છે. તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રાએ પણ મુત્તાકીની પ્રેસ કોન્ફરન્સ પર ભારત સરકાર અને વિદેશ મંત્રી એસ. જયશંકર પર આકરા પ્રહારો કર્યા. ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં, મોઇત્રાએ સરકાર પર સવાલ ઉઠાવતા પૂછ્યું કે સરકારે મહિલા પત્રકારોને બાકાત રાખીને સંપૂર્ણ પ્રોટોકોલ સાથે તાલિબાનના પ્રતિનિધિને ભારતીય ભૂમિ પર પ્રેસ કોન્ફરન્સ કેવી રીતે કરવાની મંજૂરી આપી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Hiralal Parmar is a Senior Editor at VTV Gujarati, with 20 years of extensive experience in journalism.
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.