બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સમગ્ર દેશમાં ગુજરાત રોજગારી આપવામાં મોખરે, 6 લાખથી વધુ યુવાઓ બન્યા પગભર

ગાંધીનગર / સમગ્ર દેશમાં ગુજરાત રોજગારી આપવામાં મોખરે, 6 લાખથી વધુ યુવાઓ બન્યા પગભર

Published By: Dinesh Chaudhary

Last Updated: 11:45 PM, 20 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્ય સરકાર દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં કુલ 7,712 ભરતીમેળાઓ થકી 6.29 લાખ કરતા વધુને રોજગારી અપાઈ, ’અનુબંધમ પોર્ટલ’ પર અત્યારસુધીમાં 4.5 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓ તેમજ 51 હજારથી વધુ નોકરીદાતાઓની નોંધણી

રાજ્યની રોજગાર વિનિમય કચેરી દ્વારા છેલ્લા પાંચ નાણાકીય વર્ષમાં કુલ 7,712 ભરતીમેળાઓ થકી અંદાજે 6.29 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓને રોજગારી પૂરી પાડવામાં આવી છે. ભરતી મેળાઓના આયોજન દ્વારા રોજગારી આપનાર તથા મેળવનાર વચ્ચે સેતુ બનીને વધુમાં વધુ યુવાનો રોજગારી પ્રાપ્ત કરી શકે તે દિશામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકાર નક્કર કામગીરી કરી રહી છે. શ્રમ-રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતના નેતૃત્વમાં ગુજરાત દેશભરમાં નીચા બેરોજગારી દર માટે તથા રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા સૌથી વધુ રોજગારી પૂરી પાડનાર રાજય તરીકે મોખરાનું સ્થાન ધરાવે છે.

XDMXMM

ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા જ છે ?

રોજગાર વિનિમય કચેરી થકી કરવામાં આવતી અસરકારક કામગીરીના પરિણામે કેન્દ્ર સરકારના સપ્ટેમ્બર-2024ના સર્વે મુજબ ભારતના 3.2 ટકા બેરોજગારી દરની સરખામણીએ ગુજરાતનો બેરોજગારી દર માત્ર 1.1 ટકા જ છે. જે રાજ્ય સરકારની રોજગારવાંચ્છુ યુવાઓને રોજગારી પૂરી પાડવા પ્રત્યેની કટિબદ્ધતા દર્શાવે છે. રાજ્ય સરકારની ડિજિટલ પહેલ થકી શ્રમ અને રોજગાર વિભાગ દ્વારા વિકસાવવામાં આવેલા 'અનુબંધમ પોર્ટલ' થકી યુવાનો રોજગારલક્ષી સેવાઓ ઓનલાઈન માધ્યમથી પણ મેળવી શકે છે. આ પોર્ટલ પર અત્યારસુધીમાં 4.5 લાખ કરતા વધુ રોજગારવાંચ્છુઓએ નોંધણી કરાવી છે. આ પોર્ટલ પર 51 હજારથી વધુ નોંધાયેલા નોકરીદાતાઓ દ્વારા 10.94 લાખ કરતાં વધુ જગ્યાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. આમ, આ વેબ પોર્ટલ થકી નોકરીદાતા અને નોકરી વાંચ્છુઓ વચ્ચેનું અંતર ઘટાડી બન્નેને એક જ પ્લેટફોર્મ ઉપર લાવી શકવામાં સફળતા મળી છે.

app promo2

આ પણ વાંચો: અમિત ખૂંટ આત્મહત્યા કેસ: સગીરાએ જયરાજસિંહ સહિત 28 લોકો સામે નોંધાવી ફરિયાદ

‘અનુબંધમ પોર્ટલ’

અત્રે ઉલ્લેખનીય છે કે, આ નોંધણી પ્રક્રિયામાં રાજ્યના રોજગારવાંચ્છુ ઉમેદવાર અને નોકરીદાતાઓની રોજગાર કચેરી ખાતે રૂબરુ તથા ‘અનુબંધમ પોર્ટલ’માં ઓનલાઈન નોંધણી કરવામાં આવે છે. નોકરીદાતાઓ દ્વારા તેમના એકમ ખાતે ખાલી પડેલી જગ્યાની જાણ કરવામાં આવે છે. ભરતી મેળાના પ્રકાર મુજબ આયોજન માટે સુચારુ વ્યવસ્થા ધરાવતુ સ્થળ નિયત કરવામાં આવે છે. રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા પ્રચારના વિવિધ માધ્યમો થકી ભરતી મેળાની વ્યાપક પ્રસિદ્ધિ કરવામાં આવે છે. ભરતી મેળાના દિવસે ઉમેદવારોની સ્થળ પર પસંદગી તેમજ આનુષાંગિક કામગીરીનું અમલીકરણ કરવામાં આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Employment, Employment Exchange Office Anubandham Portal

Published by

Dinesh Chaudhary

Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ