બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / 22 કિલો ડ્રગ્સ, નશીલી ફેક્ટરી, ગુજરાત ATS-રાજસ્થાન SOGના સંયુક્ત ઓપરેશને બોલાવ્યો સપાટો
Last Updated: 11:06 AM, 29 December 2025
ગુજરાત ATS એ રાજસ્થાનમાં મોટું ઓપરેશન પાર પાડી સાયકોટ્રોપિક પદાર્થ બનાવતી એક ગેરકાયદેસર ફેક્ટરી ઝડપી લીધી છે. ભીવાડી વિસ્તારમાં રાજસ્થાન SOG સાથે સંયુક્ત કાર્યવાહી કરી આ ઓપરેશનને અંજામ આપવામાં આવ્યો હતો. જેમાં નશીલા પદાર્થોના ઉત્પાદનનો પણ પર્દાફાશ થયો હતો. આ કાર્યવાહી દરમિયાન ફેક્ટરીમાં રહેલા સાધનો અને સામગ્રી જપ્ત કરી લેવામાં આવી છે અને કાયદેસર પ્રક્રિયા બાદ ફેક્ટરી પર જ તેનો નાશ કરવામાં આવ્યો. ઘટનાને લઈને તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે અને સંડોવાયેલા તત્વોની શોધ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
ગુજરાત ATS ફરી એકવાર એક્શનમાં આવી છે. રાજસ્થાનના ભીવાડી ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ATS દ્વારા મોટી કાર્યવાહી કરી રેડ પાડવામાં આવી હતી. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનાવવામાં આવેલ 22 કિલો સાયકોટ્રોપિક પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે. તેમજ અલ્પ્રાઝોલમના પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો પણ કબજે લેવામાં આવ્યો છે. આ કેસમાં ATS એ ઉત્તર પ્રદેશના ત્રણ આરોપીઓને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.

ADVERTISEMENT
ગુજરાત ATS દ્વારા રાજસ્થાનના ભીવાડીના ઈન્ડસ્ટ્રીયલ પાર્કમાં દરોડા પાડવામા આવ્યા હતાં. જયપુર પોલીસને સાથે રાખીને ATS દ્વારા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમા ફેક્ટરીમાં રેડ કરી હતી. આ રેડ દરમિયાન ગેરકાયદે ઉત્પાદિત સાયકોટ્રોપિકનો 22 કિલો જથ્થો જપ્ત કરાયો હતો. આ ઉપરાંત અલ્પ્રાઝોલમ પ્રીકર્સર કેમિકલ સહિતનો જથ્થો જપ્ત કરાયો હતો. ATSએ દવાઓનો જથ્થો જપ્ત કરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT

રાજસ્થાનમાં સાયકોટ્રોપિક દવાઓનું ગેરકાયદેસર ઉત્પાદન કરતી ફેક્ટરીને ATS દ્વારા ઝડપી લઈ ત્યાં જ તેનો નાશ કરવામાં આવ્યો છે. આ ફેક્ટરીમાં તૈયાર થતી સાયકોટ્રોપિક દવાઓનો ડ્રગ્સ તરીકે ઉપયોગ થતો હતો અને તેને અન્ય સ્થળોએ સપ્લાય કરવામાં આવતી હતી. કાર્યવાહી દરમિયાન ATS એ ફેક્ટરીમાંથી 22 કિલો સાયકોટ્રોપિક દવાઓનો જથ્થો જપ્ત કરી તેનો નાશ કર્યો છે. આ કેસમાં અંશુલ શાસ્ત્રી, અખિલેશ મૌર્ય અને કૃષ્ણ યાદવની ધરપકડ કરવામાં આવી છે અને સમગ્ર નેટવર્ક અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.