બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવેથી ખાનગી સ્કૂલ એક પણ રૂપિયો વધુ નહીં લઇ શકે! FRCએ જાહેર કરી ઓનલાઈન ફી

ગાંધીનગર / હવેથી ખાનગી સ્કૂલ એક પણ રૂપિયો વધુ નહીં લઇ શકે! FRCએ જાહેર કરી ઓનલાઈન ફી

Priyankka Triveddi

Last Updated: 12:41 PM, 29 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gandhinagar News: ગુજરાત રાજ્યમાં વાલીઓની વધતી જતી ફરિયાદને પગલે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે.

Gandhinagar News: ગુજરાત રાજ્યમાં પ્રાઇવેટ સ્કૂલો FRCએ નક્કી કરેલી ફી ને બદલે વાલીઓ પાસેથી વધુ ફી ઉઘરાવે છે અને FRC દ્વારા જાહેર કરવામાં આવેલી ફી છુપાવે છે તેવી ઘણી ફરિયાદોના પગલે ખાનગી શાળાની આ ગેરરીતિ પર અંકુશ મૂકવા માટે હવે ફી રેગ્યુલેટરી કમિટી (FRC)એ મોટો અને પારદર્શક નિર્ણય લીધો છે. જે અંતર્ગત હવે અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતની 5780 પ્રાઇવેટ સ્કૂલની સત્તાવાર રીતે નક્કી કરવામાં આવેલી ફી FRCની સત્તાવાર વેબસાઇટ પર જાહેર કરવામાં આવી છે. હવે કોઈ પણ ખાનગી સ્કૂલ ફીનો ઓર્ડર છુપાવી શકશે નહીં અને વાલી-વિદ્યાર્થીઓ ઘર બેઠાં જ પોતાની સ્કૂલની મંજૂર ફી જોઈ શકશે.

School-Student

વધુ પડતી ફી લેતા હોવાની વાલીઓની ફરિયાદો

અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ શહેરની કુલ 2310 અને ગ્રામ્ય વિસ્તારની 394 ખાનગી શાળાઓની ફી આ વેબસાઇટ પર પહેલાથી જ અપલોડ કરવામાં આવી છે. વાલીઓ હવે સ્ટાન્ડર્ડ, મીડિયમ અને જે તે રિલેટેડ બોર્ડને લાગતું ફીનું સ્ટ્રક્ચર જાહેર કરાતા વાલીઓને સ્પષ્ટતા મળશે. વર્ષ 2017માં FRC અમલમાં આવ્યા છતાં અનેક સ્કૂલોએ એડમિશન ફી, ટર્મ ફી કે અન્ય પ્રવૃત્તિઓના નામે વાલીઓ પાસેથી વધારાની વસૂલાત કરી હોવાની ફરિયાદો થઈ હતી.

આ રીતે જોઈ શકાશે ફી નું માળખું

  • સૌ પહેલા તો FRCની સત્તાવાર વેબસાઇટ પર જાઓ.https://www.frcgujarat.org/
  • ત્યારબાદ તેમાં Know Fee Structure પેજ ખુલશે તેમાં જિલ્લો, મ્યુનિસિપલ વિસ્તાર, બોર્ડ અને મીડિયમ સિલેકટ કરો અને એન્ટર કરશો એટલે સ્કૂલના નામ અને ફી ની વિગત ખુલશે.
  • તમે સીધું સ્કૂલનું નામ લખીને પણ સર્ચ કરી શકો છો.

નવા આદેશમાં ટર્મ ફી કે એડમિશન ફી માટે અલગથી કોઈ છૂટ આપવામાં આવી નથી. તાજેતરના સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ નિયમો વધુ કડક બન્યા છે અને હવે FRC દ્વારા નક્કી કરેલી ફી સિવાય કોઈપણ પ્રકારની વધારાની રકમ વસૂલવી ગેરકાયદે ગણાશે. મહત્વપૂર્ણ વાત એ છે કે નવા આદેશ મુજબ નિયત ફી સિવાય એક પણ રૂપિયા વસૂલવાની મંજૂરી નથી. જેના કારણે વધારાની ફી લેવાના તમામ રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે.

આ પણ વાંચો: 22 કિલો ડ્રગ્સ, નશીલી ફેક્ટરી, ગુજરાત ATS-રાજસ્થાન SOGના સંયુક્ત ઓપરેશને બોલાવ્યો સપાટો

vtv app promotion

અગાઉ સ્કૂલોને નોટિસ બોર્ડ પર ફી સંબંધિત આદેશ મૂકવાની સૂચના આપવામાં આવી હતી છતાં અનેક જગ્યાએ તેનું પાલન થતું નહોતું. જેના કારણે વાલીઓ જાણકારીથી વંચિત રહેતા હતા અને ફી છુપાવીને સ્કૂલો વધુ ફી ઉઘરવતી હતી. હવે FRCની વેબસાઇટ પર ફી જાહેર કરવામાં આવતાં વાલી અને વિદ્યાર્થીઓ સરળતાથી માહિતી મેળવી શકશે. જો કોઈ શાળા નિયત ફી કરતાં વધુ રકમ વસૂલશે તો શિક્ષણ વિભાગમાં સીધી ફરિયાદ કરી શકાશે જેના કારણે ગેરરીતિ કરનાર સંચાલકો સામે કાર્યવાહી કરવી વધુ સરળ બનશે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

FRC fee order School fee regulation Gandhinagar News
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ