બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે, 76 હજારથી વધુ વકીલો કરશે મતદાન

ચૂંટણી / બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની ચૂંટણી આજે, 76 હજારથી વધુ વકીલો કરશે મતદાન

Priyankka Triveddi

Last Updated: 08:50 AM, 6 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્વપૂર્ણ ચૂંટણી શુક્રવારે યોજાઈ રહી છે. આ ચૂંટણીમાં રાજ્યભરના 76 હજારથી વધુ નોંધાયેલા વકીલો મતદાન કરીને આગામી પાંચ વર્ષ માટે પોતાના પ્રતિનિધિઓ પસંદ કરશે.

Bar Council of Gujarat Election: આજે શુક્રવારના રોજ બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની મહત્ત્વની ચૂંટણી યોજાશે જેમાં રાજ્યના 76 હજારથી વધુ વકીલ મતદાર મતદાન કરી 5 વર્ષ માટે નવા પ્રતિનિધિ નક્કી કરશે. કુલ 23 બેઠકો માટે 99 માન્ય ઉમેદવારો મેદાનમાં છે અને તેમના રાજકીય તેમજ વ્યાવસાયિક ભવિષ્યનો નિર્ણય આજે મતદાન દ્વારા થશે. આ ચૂંટણી વકીલ વર્ગ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. કારણ કે બાર કાઉન્સિલ વકીલોની નોંધણી, શિસ્તભંગ સંબંધિત કાર્યવાહી અને કલ્યાણકારી યોજનાઓના સંચાલન માટે સર્વોચ્ચ સંસ્થા તરીકે કાર્ય કરે છે.

બે સ્થળે મતદાન કેન્દ્ર, સવારે 9 થી સાંજે 6 સુધી મતદાન

આ ચૂંટણી માટે આ વખતે પ્રથમ વખત બે અલગ-અલગ સ્થળે મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. એક મતદાન કેન્દ્ર ગુજરાત હાઈકોર્ટમાં બનાવવામાં આવ્યું છે. જ્યારે બીજું ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા અટલ કલામ હોલમાં રાખવામાં આવ્યું છે. મતદાન પ્રક્રિયા સવારે 9 વાગ્યાથી શરૂ થઈને સાંજે 6 વાગ્યા સુધી ચાલુ રહેશે. ચૂંટણીના છેલ્લા દિવસે ગુરુવારે ઉમેદવારોએ મતદારોને રીઝવવા માટે જોરદાર પ્રયાસો કર્યા હતા. ઘણા ઉમેદવારોએ મેસેજ, ફોન કોલ અને પોસ્ટર દ્વારા પોતાના ક્રમાંક નંબર સાથે મતદારોને મત આપવા અપીલ કરી હતી.

આ પણ વાંચો: ગુજરાતમાં 37 IPS અધિકારીની બદલી, અમદાવાદ રેન્જ IGP બદલાયા

Vtv App Promotion 2

મહિલા વકીલો માટે 5 બેઠકો અનામત

આ ચૂંટણીમાં એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય પણ લેવામાં આવ્યો છે. મહિલા વકીલોને પ્રતિનિધિત્વ આપવા માટે 23માંથી 5 બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. ઉપરાંત બે વધારાના મહિલા સભ્યોને કો-ઓપ્ટ કરીને કુલ 25 સભ્યોની કમિટીની રચના કરવામાં આવશે. આ ચૂંટણીમાં સામાન્ય સીધા મતદાનની જગ્યાએ સિંગલ ટ્રાન્સફરેબલ વોટ (એસટીવી) પદ્ધતિનો ઉપયોગ થશે. તેમાં મતદારોને પોતાની પસંદગી મુજબ ઉમેદવારોને 1, 2 અને 3 ક્રમ આપવાનો રહેશે. આ ખાસ પદ્ધતિને કારણે ચૂંટણી વધુ પારદર્શક અને પ્રતિનિધિત્વસભર બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bar Council of Gujarat Election બાર કાઉન્સિલ ગુજરાત ચૂંટણી Gujarat lawyers voting
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ