ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / રિવરફ્રન્ટ પર નાહવા પડેલા 4 યુવકો ડૂબતાં મોત, સુરત-3, મહેસાણામાં 3ના મોત, હોળી પર માતમ

દુર્ઘટના / રિવરફ્રન્ટ પર નાહવા પડેલા 4 યુવકો ડૂબતાં મોત, સુરત-3, મહેસાણામાં 3ના મોત, હોળી પર માતમ

Published By: Priyankka Triveddi

Last Updated: 12:09 PM, 5 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યભરમાં ધૂળેટીનો પર્વ ખૂબ દુખદ રહેવા પામ્યો હતો. રાજ્યમાં ઠેર ઠેર પાણીમાં ડૂબી જવાથી યુવકો અને બાળકોના મોત થયા હોવાના સમાચાર સામે આવતા આખા રાજ્યમાં હોળી પર માતમ છવાયો હતો. સુરત, મહેસાણા અને અમદાવાદમાં આવી ઘટના સામે આવતા ભારે શોકનો માહોલ સર્જાયો છે.

ADVERTISEMENT

Gujarat Incident: બારડોલી, અમદાવાદ, કચ્છ ને અરવવાળી જિલ્લામાંથી હોળીના પર્વ પર પાણીમાં ડૂબી જવાથી મોત થયાનું સામે આવ્યું છે.

માઝુમ નદીમાં ન્હાવા જતા દુર્ઘટના

અરવલ્લી જિલ્લામાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. ધનસુરા તાલુકામાં જાલમપુર નજીક આવેલી માઝુમ નદીમાં ન્હાવા ગયેલા બે યુવાનો ડૂબી જતાં તેમના મોત થયા છે. માહિતી મુજબ બંને યુવાનો નદીમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. આ ઘટનાની જાણ થતાં આસપાસના વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

3

સ્થાનિકોએ મૃતદેહ બહાર કાઢ્યા

મૃતક યુવાનોની ઓળખ આનંદ ખાંટ અને રણજીતસિંહ ડાભી તરીકે થઈ છે. બંને યુવાનો અનુક્રમે જાલમપુરા અને બુટાલ ગામના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો તરત જ સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમની મદદથી નદીમાંથી બંનેના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા. ત્યારબાદ ધનસુરા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.

મહેસાણામાં કેનાલમાં ન્હાવા જતા યુવકનું મોત, નર્મદા કેનાલમાં ડૂબ્યો યુવક

મહેસાણા જિલ્લામાં વધુ એક દુઃખદ ઘટના સામે આવી છે. કડીના થોળ રોડ નજીક આવેલી નર્મદા કેનાલમાં ન્હાવા પડેલા એક યુવકનું ડૂબી જતાં મોત થયું છે. માહિતી મુજબ યુવક ધૂળેટીની ઉજવણી બાદ કેનાલમાં ન્હાવા માટે ગયો હતો. ન્હાવા દરમિયાન તે અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો, જેના કારણે આ દુર્ઘટના બની હતી.

1

સ્થાનિક તરવૈયાઓએ મૃતદેહ બહાર કાઢ્યો

ઘટનાની જાણ થતાં આસપાસના લોકો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓની મદદથી યુવકની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને થોડા સમય બાદ તેનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. હાલ મૃતક યુવકની ઓળખ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.

રિવરફ્રન્ટ પર ન્હાવા જતા, સાબરમતી નદીમાં ડૂબતા ચાર યુવકોના મોત

અમદાવાદમાં ધૂળેટીના પર્વ દરમિયાન એક કરૂણ ઘટના સામે આવી છે. શહેરના રિવરફ્રન્ટ વિસ્તારમાં સાબરમતી નદીમાં ન્હાવા પડેલા ચાર યુવકો ડૂબી ગયા હતા. માહિતી મુજબ નદીમાં ન્હાવા દરમિયાન ચારેય યુવકો અચાનક ઊંડા પાણીમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં આસપાસના લોકો અને બચાવ ટીમે તરત જ બચાવ કામગીરી શરૂ કરી હતી. પરંતુ આ ઘટનામાં ત્રણ યુવકોના પાણીમાં જ ડૂબી જતા મોત થયા હતા.

3

એક યુવકનું સારવાર દરમિયાન મોત

બચાવ કામગીરી દરમિયાન એક યુવકને બહાર કાઢીને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર દરમિયાન તેનું પણ મોત થયું હતું. ચારેય યુવકો અમદાવાદના કુબેરનગર વિસ્તારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. આ દુર્ઘટનાના કારણે વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. તહેવારની ખુશી વચ્ચે બનેલી આ ઘટના કારણે પરિવારજનો અને સ્થાનિક લોકોમાં ભારે દુઃખ વ્યાપી ગયું છે.

આ પણ વાંચો: સુરતમાં નશામાં ધૂત શખ્સે યુવકની હત્યા કરી, રાજકોટમાં પથ્થરના ઘા ઝીંકી યુવાનની કરપીણ હત્યા

Vtv App Promotion

કચ્છમાં કેનાલમાં ન્હાવા ગયેલા ત્રણ બાળકો ડૂબ્યા, એક બાળકની શોધખોળ ચાલુ

કચ્છ જિલ્લામાં આદિપુર નજીક શીણાય ગામ પાસે દુઃખદ ઘટના બની છે. માહિતી મુજબ ત્રણ બાળકો કેનાલમાં ન્હાવા માટે ગયા હતા ત્યારે અચાનક પાણીના પ્રવાહમાં તણાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઝડપથી કાર્યવાહી કરીને બે બાળકોને સુરક્ષિત રીતે પાણીમાંથી બહાર કાઢી બચાવી લીધા હતા.

એક બાળકની શોધખોળ ચાલુ

આ ઘટનામાં ભવ્યરાજસિંહ નામનો એક બાળક હજુ સુધી મળી આવ્યો નથી, જેના કારણે તેની શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. ઘટનાની જાણ થતા આદિપુર પોલીસ અને ફાયર વિભાગની ટીમ તરત જ સ્થળ પર પહોંચી હતી અને કેનાલમાં શોધખોળની કામગીરી શરૂ કરી છે. સ્થાનિક લોકો પણ ટીમને મદદ કરી રહ્યા છે. હાલ સમગ્ર વિસ્તારમાં ચિંતાનો માહોલ છે અને બાળકને શોધવા માટે પ્રયાસો ચાલુ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Aravalli News Sabarmati River Front Holi Incident

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ