બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક સાક્ષીની જુબાની, તથ્યની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

અમદાવાદ / ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસ: વધુ એક સાક્ષીની જુબાની, તથ્યની મુશ્કેલીમાં થઈ શકે છે વધારો

Priyankka Triveddi

Last Updated: 07:43 AM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedaabd Iskon Bridge Case: અમદાવાદના ચકચાર ભરેલા ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે.

Ahmedabad Iskon Bridge Case: અમદાવાદના બહુ ચર્ચિત ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલ સામે ટ્રાયલ ચાલી રહ્યો છે. આ દરમિયાન વધુ એક નજરે જોનાર સાક્ષીએ કોર્ટમાં ઘટનાની જુબાની આપતા કેસમાં નવા વળાંકની શક્યતા ઊભી થઈ છે.

મકરબા વિસ્તારમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે 19 જુલાઈ 2023ના રોજ તે પોતાના બે મિત્રો સાથે એક્ટિવા પર વૈષ્ણોદેવી સર્કલ પાસે નાસ્તો કરવા ગયો હતો. નાસ્તો કરીને પરત ફરતી વખતે ઇસ્કોન બ્રિજ પર લોકોનું મોટું ટોળું જોઈ તેઓ ત્યાં ઊભા રહ્યા હતા.

ડમ્પર અને થારના અકસ્માત બાદ ભીડ એકઠી થઈ હતી

સાક્ષીના જણાવ્યા મુજબ બ્રિજ પર અગાઉ એક ડમ્પર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. તે ઘટનાને જોવા માટે લોકો બ્રિજ પર એકઠા થયા હતા. રાત્રિના અંદાજે 1 વાગ્યાનો સમય હતો અને સ્થિતિ અચાનક ગંભીર બની ગઈ.

બ્રેક માર્યા વગર કાર ટોળા પર ફરી વળી

સાક્ષીએ કોર્ટમાં જણાવ્યું કે એસ.જી. હાઈવે તરફથી પૂરઝડપે આવી રહેલી એક લક્ઝુરિયસ કાર (જેગુઆર)ના ચાલકે કોઈ બ્રેક માર્યા વગર સીધી જ ટોળા પર ગાડી ચઢાવી દીધી. અકસ્માત એટલો ભયાનક હતો કે તે પોતે પણ ઉછળી જઈ દૂર ફંગોળાઈ ગયો.

ગંભીર ઈજાઓ અને બેભાન હાલત

અકસ્માતમાં સાક્ષીને બંને પગ અને કમરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેના કારણે તે બેભાન થઈ ગયો હતો. ભાનમાં આવતા તેણે જોયું કે કારમાં બે યુવકો અને ત્રણ યુવતીઓ સવાર હતા.પછી તેને જાણવા મળ્યું કે કાર ચલાવનારનું નામ તથ્ય પટેલ હતું.

પોલીસ અને હોમગાર્ડ સહિત 9 લોકોનાં મોત

સાક્ષીએ વધુમાં જણાવ્યું કે આ અકસ્માતમાં સ્થળ પર જ બે પોલીસ કર્મચારી અને એક હોમગાર્ડ સહિત કુલ 9 લોકોનાં મોત થયા હતા. જ્યારે 10થી વધુ લોકો ઈજાગ્રસ્ત બન્યા હતા. અકસ્માત બાદ સાક્ષી અને તેના મિત્રને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: ચરસ-ગાંજો,ડ્રગ્સના સેવન માટે વપરાતા રોલિંગ પેપર પર પ્રતિબંધ, ગુજરાત સરકારનું કડક પગલું

Vtv App Promotion 2

આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની

કોર્ટમાં આ સાક્ષીના નિવેદન પછી બાદ કેસ વધુ મજબૂત બનતો દેખાઈ રહ્યો છે. આગામી મુદતે વધુ સાક્ષીઓની જુબાની લેવાશે. જેના કારણે તથ્ય પટેલ સામેની કાર્યવાહી વધુ કઠોર બની શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Tathya Patel Case Iskon Bridge Accident Tatya Patel Case
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ