બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અમદાવાદમાં 50 હજાર પાકા મકાનો, ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, વચનોની લ્હાણી કરી

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી / અમદાવાદમાં 50 હજાર પાકા મકાનો, ભાજપે જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, વચનોની લ્હાણી કરી

Priyankka Triveddi

Last Updated: 01:40 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે તે વચ્ચે ભાજપ દ્વારા અમદાવાદ શહેરમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે.

Ahmedabad BJP Manifesto: અમદાવાદ શહેરમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપ દ્વારા પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. “જન સમર્થન”ના નામે રજૂ કરાયેલા આ સંકલ્પ પત્રને શહેર પ્રભારી ઋષિકેશ પટેલે જાહેર કર્યું હતું. તેમણે જણાવ્યું કે આગામી પાંચ વર્ષ માટે શહેરના સર્વાંગી વિકાસનું સ્પષ્ટ આયોજન તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ કરીને અમદાવાદને સ્લમમુક્ત બનાવવાનો મોટો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો છે. જેમાં 50 હજારથી વધુ પાકા મકાનો બનાવવાની યોજના સામેલ છે. સાથે જ કેન્સર માટે વિશેષ અધ્યયન હોસ્પિટલ ઉભી કરવાનો અને 70 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને ઘરે જઈને સારવાર તથા ટેસ્ટની સુવિધા આપવાનો પણ વાયદો કરવામાં આવ્યો છે.

સંકલ્પ પત્રમાં મહિલાઓ અને વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને અનેક મહત્વપૂર્ણ જાહેરાતો કરવામાં આવી છે. AMCની ભરતીમાં 30% મહિલાઓ માટે આરક્ષણ આપવાની વાત કરવામાં આવી છે. મહિલાઓ માટે BRTSમાં ખાસ પિંક બસ સેવા શરૂ કરવાની અને દરેક વોર્ડમાં મહિલાઓ માટે જીમ બનાવવાની યોજના પણ રજૂ કરવામાં આવી છે. 65 વર્ષથી વધુ વયના નાગરિકો માટે ‘અમદાવાદ દર્શન’ નિઃશુલ્ક કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. શહેરના મૂળભૂત ઢાંચાને મજબૂત બનાવવા માટે 500 કિલોમીટર જૂની ડ્રેનેજ લાઈનો બદલવા, સ્ટોર્મ વોટર અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ માટે વિશેષ આયોજન તથા 2000 પર્કોલેશન વેલ બનાવવાના પ્રસ્તાવ પણ સંકલ્પ પત્રમાં સમાવાયા છે.

આ પણ વાંચો: ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતરની ઓડિયો ક્લિપ વાયરલ, ફોર્મ પાછું ખેંચવા ઓફર અપાતી હોવાનો આક્ષેપ

ટ્રાફિક અને ટ્રાન્સપોર્ટ સુવિધા સુધારવા માટે પણ ભાજપે મોટું વિઝન રજૂ કર્યું છે. શહેરમાં ટ્રાફિક સમસ્યાનો ઉકેલ લાવવા માટે 100 જેટલા લેફ્ટ ટર્ન ખોલવામાં આવશે અને AI આધારિત ટ્રાફિક મેનેજમેન્ટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવશે. AMTS અને BRTS માટે એક જ ટિકિટની વ્યવસ્થા શરૂ કરવાની યોજના છે. જ્યારે 3000 ઇલેક્ટ્રિક બસોને AC બનાવવાનો પણ નિર્ધાર છે. ઉપરાંત 17 ઓવરબ્રિજ અને 3 અંડરબ્રિજ બનાવી ‘ફાટકમુક્ત અમદાવાદ’નું સ્વપ્ન સાકાર કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સાથે જ પીરાણા ડમ્પિંગ સાઇટને દૂર કરીને દરેક ઝોનમાં મીની સ્પોર્ટ્સ કોમ્પલેક્સ અને આધુનિક પાર્ટી પ્લોટ વિકસાવવાની યોજના પણ જાહેર કરવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

ભાજપ ચૂંટણી ઢંઢેરો Ahmedabad BJP manifesto Urban Development Plan
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ