બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતરની ઓડિયો ક્લિપ વાયરલ, ફોર્મ પાછું ખેંચવા ઓફર અપાતી હોવાનો આક્ષેપ

વિવાદ / ગોંડલમાં કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતરની ઓડિયો ક્લિપ વાયરલ, ફોર્મ પાછું ખેંચવા ઓફર અપાતી હોવાનો આક્ષેપ

Priyankka Triveddi

Last Updated: 01:39 PM, 16 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્થાનિક સ્વરાજયની ચુંટણીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે તે વચ્ચે ગોંડલના કોંગ્રેસના ઉમેદવારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. શું છે આ સમગ્ર મામલો વાંચો વિગતે..,

Dinesh Patar Audio: ગોંડલની રાજકીય પરિસ્થિતિમાં હાલમાં ભારે ચકચાર મચી ગઈ છે, કારણ કે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ પાતરની એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ ઓડિયોમાં દિનેશ પાતર અને રાજન નામના એક યુવક વચ્ચેની વાતચીત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાયરલ થયેલી આ ક્લિપમાં ચૂંટણી દરમિયાન ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ અને આર્થિક લાલચ આપવાની વાતો સામે આવી રહી છે. આ ઘટનાએ સ્થાનિક રાજકારણમાં નવા વિવાદને જન્મ આપ્યો છે અને મતદારોમાં પણ ચર્ચાનો વિષય બની છે.

ઓડિયો ક્લિપમાં દિનેશ પાતર દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાએ રાજન નામના વ્યક્તિને કોઈ કામ માટે કોન્ટ્રાક્ટ આપ્યો છે અને તેના માધ્યમથી દબાણ બનાવવામાં આવી રહ્યું છે. દિનેશ પાતરે વાતચીત દરમિયાન જણાવ્યું હોવાનું કહેવાય છે કે જો પૈસા વહેંચાતા હોય તો તેમને પણ તેનો લાભ મળવો જોઈએ. સાથે જ તેમણે આક્ષેપિત વ્યક્તિઓને ચેતવણી આપતા કહ્યું કે તેઓને “એની જ ભાષામાં જવાબ” આપવામાં આવશે. આ સાથે દિનેશ પાતરે રાજનને પોતાની આબરુને નુકસાન ન પહોંચાડવાની પણ સલાહ આપી હતી. જે ઓડિયો ક્લિપમાં સ્પષ્ટ સંભળાય છે.

ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોંગ્રેસના 8 ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ પાછા ખેંચ્યા હતા, જેના કારણે આ સમગ્ર મામલો વધુ શંકાસ્પદ બની ગયો છે. હવે આ વાયરલ ઓડિયો ક્લિપ પછી રાજકીય તણાવ વધુ તેજ બન્યો છે અને ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતાને લઈને પ્રશ્નો ઉઠી રહ્યા છે. આ મામલે હકીકત શું છે તે અંગે હજુ સુધી સત્તાવાર પુષ્ટિ થઈ નથી. પરંતુ આ ઘટનાએ ગોંડલની ચૂંટણીમાં નવી ગરમાવો લાવી દીધો છે.

આ પણ વાંચો: જામનગરમાં રાજકીય ટક્કર, ચૂંટણી મેદાનમાં પૂનમ માડમ અને વિક્રમ માડમ વચ્ચે ચેલેન્જની જંગ

ઓડિયો ક્લિપમાં શું છે?

વાયરલ થયેલી ક્લિપમાં દિનેશ પાતર અને રાજન વચ્ચે ઉગ્ર અને ભાવુક સંવાદ સાંભળવા મળે છે. ઓડિયોમાં દિનેશ પાતર કટાક્ષ કરતા કહે છે કે,

જો તને ફોર્મ ખેંચાવવાનું કામ સોંપ્યું હોય તો મને કહેજે, મારેય ખેંચવું છે, કંઈક ઓફર દેવરાવ. તને જો જયરાજસિંહ અને ગણેશ જાડેજાએ કોન્ટ્રાક્ટ આપ્યો હોય તો મને પણ કંઈક લાભ દેવરાવ.

દિનેશ પાતરે આ વાતચીતમાં સ્પષ્ટ કર્યું હતું કે ફોર્મ ભરવું એ તેમની આબરૂનો સવાલ છે. તેમણે ભાવુક થઈને રાજન નામના યુવકને કહ્યું કે, "તું ઘરનો છોકરો છો, તારી ભાજપમાં જોડાયેલા રહેવાની મજબૂરી હોઈ શકે, પણ અમારી આબરૂ માથે હાથ નાખોમાં." તેમણે આ રેકોર્ડિંગ તેના 'બોસ'ને સંભળાવવાની પણ ખુલ્લી પડકાર ફેંક્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gondal Politics Dinesh Patar Audio Congress candidate controversy
Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ