બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અકસ્માત નિવારવા સ્પીડ બ્રેકર લગાવવાની માંગમાં વધારો, AMCમાં અરજીઓનો ઢગલો
Last Updated: 11:16 AM, 17 September 2025
રસ્તા પરથી પસાર થતા હોય ત્યારે BUMP AHEADનું બોર્ડ જોવા મળે કે તરત વાહનની સ્પીડ ધીમી કરી દઈએ છીએ. અકસ્માત અટકાવવા માટે બમ્પ એક અસરકારક ઉપાય છે. અમદાવાદની વાત કરવામાં આવે તો ઓવર સ્પીડમાં વાહન અકસ્માત સર્જી રહ્યા છે, ત્યારે રહીશો બમ્પ સ્પીડ બ્રેકર લગાવવા અરજીઓ કરી રહ્યા છે. એવું નથી કે પહેલા આ માટે અરજી કરવામાં આવતી ન હતી, પરંતુ છેલ્લા પાંચ વર્ષના ડેટાની તપાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે પ્રતિ વર્ષ આ અરજીઓમાં વધારો થઈ રહ્યો છે.
ADVERTISEMENT
સ્પીડ બ્રેકર લગાવવા માટે અમદાવાદ મહાનગરપાલિકાને દર વર્ષે નોધપાત્ર અરજી મળી રહે છે. અને આ વર્ષે પણ સ્પીડ બ્રેકર માટે અધધધ અરજી મળી છે. ત્યારે આ અંગે નાગરિકોનું કહેવું છે કે સ્પીડને કારણે અકસ્માત પણ વધ્યા છે. છેલ્લા પાંચ વર્ષ દરમિયાન કોર્પોરેશનને બમ્પ લગાવવા માટે મળેલી અરજી અને મળેલ મંજૂરીની વાત કરવામાં આવે તો વર્ષ 2021માં 122 અરજીઓ આવી હતી અને 27 અરજીઓ મંજૂર થઈ હતી. વર્ષ 2022માં આવેલી 114 અરજીઓમાંથી 31 અરજીઓને મંજૂર કરવામાં આવી હતી. વર્ષ 2023માં આવેલી 255 અરજીઓમાંથી 36 અરજીઓ, વર્ષ 2024માં આવેલી 347 અરજીઓમાંથી 258 અરજીઓ મંજૂર કરવામાં આવી હતી. ત્યારે વર્ષ 2025માં ઓગસ્ટ મહિના સુધીમાં 55 અરજીઓ આવી છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં મહાનગરપાલિકાને 1133 અરજીઓ મળી છે જેમાંથી 630 અરજીને મંજૂરી આપવામાં આવી છે જ્યારે 503 અરજી રિજેક્ટ કરવામાં આવી છે. હાલ શહેરમાં કુલ 4000 જેટલા બમ્પ છે.

ADVERTISEMENT
આવેલ અરજીઓની ઝોન વાઈઝ વાત કરીએ તો નવા પશ્ચિમ ઝોનમાં 243 અરજીઓ આવી હતી, જેમાંથી 141 મંજૂર કરવામાં આવી. જયારે પૂર્વ ઝોનમાંથી 114 અરજીઓ આવી, જેમાંથી 70 મંજૂર કરવામાં આવી. તો ઉત્તર ઝોનમાં 107 અરજીઓમાંથી 65 અરજી મંજૂર કરવામાં આવી. દક્ષિણ પશ્ચિમ ઝોનમાં 211 અરજીમાંથી 120 અરજી મંજૂર કરવામાં આવી; દક્ષિણ ઝોનમાં 87 અરજીમાંથી 50 અરજી મંજૂર કરાઈ; પશ્ચિમ ઝોનમાં 292 અરજીમાંથી 154 અરજી મંજૂર કરાઈ તો મધ્ય ઝોન એટલે કે કોર્ટ વિસ્તારમાંથી 80 અરજી આવી અને 30 અરજી મંજૂર કરવામાં આવી છે. આમ છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ અરજી પશ્ચિમ ઝોનના લોકો દ્વારા 292 કરવામાં આવી છે.
AMCના ટ્રાફિક ડિપાર્ટમેન્ટના સિટી ઇજનેર એચ ટી મહેતાએ કહ્યું,
ADVERTISEMENT
"લોકો જે-તે ઝોનમાં કે ટ્રાફિક પ્રોજેક્ટમાં અરજી કરતા હોય છે. એ અરજી અમે ટ્રાફિક પોલીસની પ્લાનિંગ સેલમાં મોકલાવતા હોઈએ છીએ. એ લોકો ત્યાંથી લોકલ ટ્રાફિક પોલીસ સ્ટેશન હોય છે, એ PIને ટ્રાન્સફર કરીને એ લોકો દ્વારા સાઇટ વિઝિટ કરવામાં આવતી હોય છે. એમાં જો ફિઝિબલ હોય અને જો ખરેખર જરૂરિયાત હોય તો તેમના દ્વારા જગ્યાની મુલાકાત કરીને ચકાસણી કરીને એનો પોઝિટીવ રિપોર્ટ અને જો બનાવવા યોગ્ય ન હોય તો નેગેટિવ રિપોર્ટ આપવામાં આવે છે. એ પ્રમાણે બમ્પ બનાવવાની કાર્યવાહી માટેનો અભિપ્રાય જે-તે ઝોનને મોકલવામાં આવતો હોય છે."

ADVERTISEMENT
નિયમ પ્રમાણે, હોસ્પિટલ, ધાર્મિક સ્થળ, સ્કૂલ તેમજ અન્ય પબ્લિક પ્લેસ નજીક હોય ત્યાં બમ્પ લગાવવામાં આવે છે. જોકે કેટલાક રોડ ઉપર આવેલ રહેણાંક એકમ જ્યાં મોટા પાયે ટ્રાફિક રહેતો હોય ત્યાં પણ અરજી કરવામાં આવે છે. આવેલી બધી જ અરજી મંજૂર કરી બમ્પ બનાવવામાં આવતા નથી. કોર્પોરેશનને મળેલી અરજી બાદ ટ્રાફિક પોલીસ દ્વારા સર્વે કરવામાં આવે છે અને તેમના દ્વારા જે-તે સ્થળે બમ્પ બનાવવાની જરૂર જણાય તો જ બંપ બનાવવામાં આવે છે.
આ પણ વાંચો: આજે અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદનો વરતારો, જુઓ કયા-કયા જિલ્લાઓને ઘમરોળશે
ADVERTISEMENT
બમ્પ જે રીતે અકસ્માત નિવારવા ઉપયોગી છે, તે જ રીતે જો યોગ્ય રીતે બમ્પ બનાવવામાં ન આવે તો અકસ્માત સર્જી પણ શકે છે. અમદાવાદમાં કેટલીક જગ્યાએ 'બમ્પ અહેડ' તેવા બોર્ડ લગાવેલા નથી. જેથી વાહન ચાલકને ખ્યાલ આવતો નથી કે આગળ બમ્પ છે. જયારે ઘણી જગ્યાએ બમ્પ પર પીળા પટ્ટાને બદલે જીબ્રા ક્રોસિંગ પટ્ટા દોરવામાં આવ્યા છે, જેથી કેટલીક વખત વાહન ચાલકોને બમ્પ હોવાનો ખ્યાલ આવતો નથી આવા સંજોગોમાં વાહનની સ્પીડ ઘટી ન હોય તો પણ અકસ્માત થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.