બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Gujarat News After Second Wave Of Corona Virus Ahmedabad Population Have Covid Antibodies

સર્વે / બીજી લહેર બાદ ગુજરાતના આ શહેરમાં 70 ટકા લોકોમાં એન્ટિબોડી, સિરો સર્વેમાં મોટો ખુલાસો

Parth

Last Updated: 08:16 PM, 12 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના તંત્ર દ્વારા મે મહિનાના અંતથી લઈને જૂન મહિનાના પહેલા સપ્તાહની વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે.

  • ગુજરાત સહિત આખા દેશમાં કોરોનાનો કહેર 
  • બીજી લહેરે આખા દેશમાં મચાવી તબાહી 
  • અમદાવાદમાં પાંચમા સિરો સર્વેના પ્રાથમિક તારણો સામે આવ્યા 

ગુજરાત સહિત આખો દેશ કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. મહામારીએ દેશના હજારો વિખાવી નાંખ્યા છે અને લહેરમાં દેશમાં મોટી તબાહી જોવા મળી હતી. ગુજરાતમાં પણ દર્દીઓએ અનેક સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 

અમદાવાદમાં પાંચમો સર્વે 
ગુજરાતના બે સૌથી મોટા શહેર અમદાવાદ અને સુરતમાં કોરોના વાયરસના કારણે સૌથી વધારે ત્રાહિમામ જોવાં મળી હતી. દર્દીઓ માટેના બેડ ખૂટી પડ્યા હતા જ્યારે વધતી મહામારીના કારણે લાખો લોકો પ્રભાવિત થયા હતા. એવામાં હવે પાંચમો સિરો સર્વે પણ સામે આવી રહ્યો છે. અમદાવાદમાં કરવામાં આવેલા પાંચમા સિરો સર્વે બાદ જે પ્રાથમિક તારણ સામે આવ્યું છે તે પરથી જાણી શકાય છે કે બીજી લહેરનો કહેર કેટલો હતો. 

70 ટકા લોકોમાં જોવા મળી રહી છે એન્ટિબોડી, પહેલા કરતાં ઘણી વધારે 
કોરોના વાયરસની બીજી ભયંકર લહેર બાદ ગુજરાતના અમદાવાદમાં 70 ટકા લોકોના શરીરમાં એન્ટિબોડી વિકસિત થઈ ગઈ છે. અમદાવાદના તંત્ર દ્વારા મે મહિનાના અંતથી લઈને જૂન મહિનાના પહેલા સપ્તાહની વચ્ચે કરવામાં આવેલા સર્વેમાં આ મોટો ખુલાસો સામે આવ્યો છે. પ્રાથમિક પરિણામો અનુસાર અમદાવાદમાં 70 ટકા વસ્તીમાં એન્ટિબોડી જોવા મળી છે.  

પહેલા કેટલા ટકા લોકોમાં હતી એન્ટિબોડી 
નોંધનીય છે કે આ સર્વે 15 હજાર લોકો પર આ સર્વે કરવામાં અવાયો હતો. પહેલા ફેબ્રુઆરી મહિનામાં સિરો સર્વ કરવામાં આવ્યો હતો જેમાં 28 ટકા પ્રજામાં કોરોના વાયરસ સામે એન્ટિબોડી જોવા મળી હતી. આટલું જ નહીં ગયા વર્ષે જૂન મહિનામાં કરવામાં આવેલા સર્વે અનુસાર માત્ર 18 ટકા લોકોમાં જ એન્ટિબોડી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ