બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મહત્વના સમાચાર, જાણો ક્યારે જાહેર થશે ચૂંટણી
Last Updated: 05:41 PM, 18 January 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૂત્રો પાપ્ત વિગતો મુજબ આવતા અઠવાડિયામાં ચૂંટણી જાહેર થઈ શકે છે. બજેટ સત્ર શરૂ થાય તે પહેલા ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની પૂરેપૂરી શક્યતા અત્યારે સેવાઈ રહી છે. ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લા પંચાયત, જૂનાગઢ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાશે સાથો સાથ 73 નગરપાલિકાઓની સામાન્ય અને પેટાચૂંટણીઓ પણ જાહેર થશે
ADVERTISEMENT
મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન પણ જાહેર કરાઈ ચુક્યું
અગાઉ રાજ્યની આઠ મહાનગરપાલિકાનું રોસ્ટર નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. શહેરી વિકાસ વિભાગે રોસ્ટર સંદર્ભે નોટિફિકેશન જાહેર કર્યું હતું. જે મુજબ અમદાવાદ મહાનગરપાલિકા પ્રથમ ટર્મ બેકવર્ડ ક્લાસ તો બીજી ટર્મ મહિલા અનામત આપવામાં આવી છે. જ્યારે સુરત મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે તો બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે. વડોદરા મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે અનુસૂચિત જાતિના મેયર મળશે તો વડોદરા મનપામાં બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (પછાત જાતિ) રહેશે. રાજકોટ મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે મહિલા મેયર (અનુસૂચિત જાતિ) બનશે. ભાવનગર મનપામાં પ્રથમ અઢી વર્ષ માટે મહિલા મેયર બનશે અને બીજા અઢી વર્ષ માટે જનરલ કેટેગરીમાંથી મેયર બનશે.
ADVERTISEMENT
જણાવી દઈએ કે રાજ્ય ચૂંટણીપંચે પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની તૈયારીઓ તેજ કરી દીધી છે. પંચાયતોની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી અને મદદનીશ અધિકારીઓની નિયુક્તિ કરી દેવામાં આવી છે. જે મુજબ રાજ્યમાં 94 ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીઓ નિયુક્તના આદેશ આપવામાં આવ્યા હતા.

ADVERTISEMENT
આ પણ વાંચો: e-NAM પોર્ટલ પર ગુજરાતના ખેડૂતો દ્વારા 10000 કરોડ રૂપિયાથી વધુની કૃષિ પેદાશોનું વેચાણ
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી
ADVERTISEMENT
રાજ્યમાં 78 નગરપાલિકાની બેઠકો ખાલી છે તેમજ ખેડા અને બનાસકાંઠા જીલ્લા પંચાયત તેમજ 17 તાલુકા પંચાયત પર ચૂંટણી થશે. જૂનાગઢ તથા અન્ય મહાનગરોની ખાલી પડેલી બેઠકો માટે ફોટો મતદાર યાદી જાહેર થશે. રાજ્યમાં 27 ટકા અનામત લાગુ થતાં બેઠકોની ફાળવણી તથા સિંમાકનમાં ફેરફાર થયો હતો. નજીકના ભવિષ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થશે ત્યારે ગયા મહિને બેઠકોની ફાળવણીને લઈ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.