Team VTV07:11 PM, 02 Mar 21
| Updated: 08:19 PM, 02 Mar 21
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થઇ ચૂક્યા છે. 31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોની મતગણતરી યોજાઇ હતી. ત્યારે જાણો કોને કેટલી બેઠક પર મળી જીત.
31 જિલ્લા પંચાયતોની ચૂંટણીના પરિણામ
81 નગરપાલિકા, 231 તાલુકા પંચાયત ચૂંટણીના પરિણામ
ભાજપની ભવ્ય જીત, કોંગ્રેસની કારમી હાર થઇ
જાણો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ક્યાં કોની જીત?
જાણો 31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્યાં કોની જીત?
News Updates:
દ્વારકા જિલ્લા પંચાયત પર વિક્રમ માડમના દીકરાની હાર થઈ છે. BTPના છોટુ વસાવાના પુત્ર દિપક વસાવાની પણ હાર થઈ છે.
પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપના ગઢમાં ગાબડુ પડ્યુ છે. બળેજ બેઠક પર કોંગ્રેસની જીત જ્યારે ભરૂચ ભા઼ડભૂતમાં ભાજપની જીત થઈ છે. રાજકોટની બેડી બેઠક પર ભાજપની જીત.
રાજકોટ જિલ્લા પંચાયત ભાજપે કબજે કરી છે. 36માંથી 20 બેઠક પર ભાજપ આવી છે જ્યારે 9 પર કોંગ્રેસની જીત થઈ છે.
સુરત જિલ્લા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાયો છે. જિલ્લા પંચાયતની 36માંથી 18 બેઠકો પર ભાજપે જીત મેળવી હતી. અત્યારસુધીમાં 20 બેઠકો પર મતગણતરી પૂર્ણ થઈ ગઈ છે. મહત્વપૂર્ણ છે કે કોંગ્રેસ એક તથા BTP એક બેઠક પર જીત મેળવી શક્યા હતા.
પોરબંદર જિલ્લા પંચાયતમાં ભાજપના ગઢમાં ગાબડુ પડ્યુ છે. બળેજ બેઠક પર કોંગ્રેસની જીત જ્યારે ભરૂચ ભા઼ડભૂતમાં ભાજપની જીત થઈ છે. રાજકોટની બેડી બેઠક પર ભાજપની જીત.
વડોદરાની અનગઢ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રસના ઉમેદવારની હાર બાદ વિરોધ થયો. કોંગ્રેસના ઉમેદવાર પારૂલ મકવાણાની હાર બાદ તેમના પતિ પ્રવીણ મકવાણાએ વિરોધ કર્યો છે. તેઓએ EVM પર છેડછાડન આરોપ લગાવ્યો છે. ત્યારે કોંગ્રેસ ઉમેદવાર પારૂલ મકવાણાએ પણ ફેર મતદાનની માગ કરી છે.
કોવિડ ગાઈડલાઈનના પાલન સાથે વ્યવસ્થા કરાઈ છે.જૂનાગઢ પંચાયતના પોસ્ટલ બેલેટની મતગણતરી શરૂ કરવામાં આવી છે.
જુઓ પરિણામની LIVE અપડેટ્સ
અમદાવાદ જિલ્લા પંચાયતનું પરિણામ
ઘોડા બેઠક પર ભાજપના ઉમેદવારનો વિજય થયો છે. ભાવનાબેન વડલાણી પૂર્વ ધારાસભ્ય પ્રેમજી વડલાણીના પૂત્રવધુનો પણ વિજય થયો છે.
સ્વરાજ ચૂંટણીને લઈને મતગણતરી યોજાશે. ત્યારે સવારથી જ મતગણતરીકેન્દ્રો પર કોવિડ-19ની ગાઇડલાઇન અનુસાર સોશિયલ ડિસ્ટન્સિંગ સહિતના તકેદારીનાં પગલાઓનો ચુસ્તપણે અમલ થાય તે માટે પહેલાંથી જ તૈયારી કરવામાં આવી હતી. કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં રાખીને મતગણતરી હાથ ધરાશે.
31 જિલ્લા પંચાયતોની 980 બેઠકોની મતગણતરી
231 તાલુકા પંચાયતની 4774 બેઠકોની મતગણતરી
81 નગરપાલિકાની 2720 બેઠકોની મતગણતરી
ગત ચૂંટણીમાં કોંગ્રેસે જિલ્લા અને તાલુકામાં પંચાયતમાં વધુ બેઠકો જીતી હતી
મહત્વનું છે કે 2015ની ચૂંટણીમાં 31માંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. 31માંથી માત્ર 8 જિલ્લા પંચાયત જ ભાજપના ફાળે આવી હતી. 231 તાલુકા પંચાયતમાંથી 146 કોંગ્રેસ અને 85માં ભાજપને જીત મળી હતી. 51 નગરપાલિકામાંથી ભાજપને 37 અને કોંગ્રેસનો 14માં વિજય થયો હતો.
ગુજરાતની 231 તા.પંની ચૂંટણીમાં કુલ 12,265 ઉમેદવારો મેદાને છે. જેમાં ભાજપના 4652, કોંગ્રેસના 4594 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે BSP-255, NCP-61 અને AAPના 1067 ઉમેદવારો મેદાને છે. તો અન્ય પક્ષોના 462 અને 1139 અપક્ષ ઉમેદવારો ચૂંટણી જંગમાં છે.
31 જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કેટલા ઉમેદવારો લડ્યા
રાજ્યની જિલ્લા પંચાયતની ચૂંટણીમાં કુલ 2,655 ઉમેદવારો ચૂંટણી લડ્યા છે. જેમાં ભાજપના 954, કોંગ્રેસના 937 ઉમેદવારો મેદાને છે. BSPના 88, NCPના 23, CPI-Mના 3, AAPના 304 ઉમેદવાર છે. જ્યારે અન્ય પક્ષોના 133 અને 209 અપક્ષ ઉમેદવારો રણસંગ્રામમાં છે.
રાજ્યભરમાં 81 નગરપાલિકામાં 7,245 ઉમેદવારો ચૂંટણી લડ્યા. ભાજપના 2,555 અને કોંગ્રેસના 2,247 ઉમેદવારો મેદાનમાં છે. BSP-109, NCP-88, SP-64 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. AAPના 719 અને અન્ય પક્ષોના 264 અને 1,184 અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી લડ્યા છે.