બ્રેકિંગ ન્યુઝ
VTV / VTV વિશેષ / લાઈટ ન હોય, તો પણ હવા, ઉજાસ રહે એવો કચ્છનો અનોખો મહેલ, જેને બનાવવા કચ્છના રાજવીએ અંગ્રેજોને નોકરીએ રાખ્યા!
Last Updated: 01:21 PM, 31 July 2025
History Of Prag Mahal: કચ્છનો પ્રાગ મહેલ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાનું જીવંત ઉદાહરણ છે. આ મહેલ ફક્ત એક શાહી નિવાસસ્થાન નહીં પરંતુ કચ્છના શાહી વારસા, ગૌરવ અને સમૃદ્ધિનું પ્રતીક છે. મહેલની અંદર પહોંચતા જ શાંતિનો અનુભવ થાય છે. મહેલના વિશાળ આંગણામાં પગ મૂકતાની સાથે જ તમે સમયની બીજી બાજુએ પહોંચી ગયા છો તેવું પ્રતીત થાય છે, જ્યાંથી અતીતના તમામ અંશ તમારી સામે ધીમે ધીમે દેખાવા લાગે છે. મહેલની અંદર હવામાં કોઈ મધુર સંગીત વાગી રહ્યું હોય તેવો આભાસ થાય છે.
ADVERTISEMENT

પ્રાગ મહેલની સ્થાપત્ય કલા તે સમયના શાહી સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે. આ મહેલમાં ભારતીય અને યુરોપીય સ્થાપત્યનું મિશ્રણ જોવા મળે છે. અહીંની દિવાલો પર કોતરેલા રંગબેરંગી શાહી ચિત્રો મહેલના રહેવાસીઓના શાહી જીવનની ઝલક આપે છે. પ્રાગ મહેલના નિર્માણ દરમિયાન કચ્છનું રાજકીય અને સામાજિક દ્રશ્ય ખૂબ જટિલ હતું. આ મહેલ કચ્છના શાહી વંશની શક્તિ અને સમૃદ્ધિને પ્રતિબિંબિત કરે છે.
ADVERTISEMENT
મહેલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર
કચ્છમાં રાજાશાહી યુગમાં સ્થાપત્યનું અદભુત ઉદાહરણ 'પ્રાગ મહેલ' પેલેસ જે દોઢસો વર્ષ બાદ આજે પણ ક્ચ્છ આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. 19મી સદીમાં ભારત દેશના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલા ભુજ શહેરમાં પ્રાગ મહેલ બનાવવામાં આવ્યો હતો. આ બાંધકામની શરૂઆત જાડેજા વંશજના રાવ પ્રાગમલજી બીજાએ કરાવી હતી. પ્રાગમહેલ એ ભુજના દરબાર ગઢમાં આવેલું છે જે બ્રિટિશ બાંધકામ જોવા મળે છે. 1865માં પ્રાગમહેલ બ્રિટિશ એન્જિનિયર વિલકીન દ્વારા નકશો તૈયાર કરવામાં આવ્યો હતો.
ADVERTISEMENT

રાજાની આગવી સુઝબૂઝ
ADVERTISEMENT
પ્રાગમહેલ વિશે VTV DIGITAL સાથ વાતચીત કરતા ઇતિહાષવિદ્દ પ્રમોદભાઈ જેઠીએ જણાવ્યું હતું કે,'રાજવી મહારાજા પ્રાગમલજી બીજાની આગવી સુઝબૂઝ જોવા મળે છે. કેમકે એ સમયે આ મેહલને એવી રીતે તૈયાર કરવા સૂચના આપ્યું હતું કે, રાજાનું નિવાસ્થાન, દરબાર, વહીવટી કચેરીઓ એક સાથે હોય જેમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં રાજાની વહીવટી કચેરી, બીજા ફ્લોર પર દરબાર હોલ તેમજ ત્રીજા ફ્લોર પર રાજાનું રહેણાંક હતું. જેથી પ્રજાને હેરાનગતિ ન થયા તેમજ તેમને ન્યાયમાં મદદરુપ બની શકે. રાજા પ્રાગમહલજી બીજાના નામ પરથી આ મહેલનું નામ પ્રાગ મહેલ રાખવામાં આવ્યું હતું'.
સિસમના લાકડાના ફર્નિચરમાં ઉપગોગ
ADVERTISEMENT
ઇતિહાષવિદ્દ પ્રમોદભાઈ જેઠીએ વધુમાં જણાવ્યું હતું કે,'આ મહેલ એક ગોથીક સ્થાપત્યનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તે સમયે પેલેસ નિર્માણમાં 10 વર્ષ જેટલો સમય તેમજ 20 લાખ રૂપિયાના ખર્ચ થયો હતો. પ્રાગ મહેલ પેલેશમાં બેલજીયમના કાચનો તેમજ સિસમના લાકડાના ફર્નિચરમાં ઉપગોગ કરાયો છે. દેશમાં ગોથીક સ્થાપત્ય પ્રકારની બે જ ઇમારતો આવેલી છે જેમાં ભુજનું પ્રાગ મહેલ પેલેસ અને મુંબઈનું વીટી સ્ટેશન છે. બ્રિટન, અમેરિકા, લંડન તેમજ ન્યૂયોર્કથી પ્રવાસીઓ ખાસ આ ગોથીક પ્રકારના સ્થાપત્ય નિહાળવા અહીં આવે છે'.
ADVERTISEMENT
રાજવી પરિવારના ઇન્દ્રજીતસિંહ જાડેજાએ શું કહ્યું?
પ્રાગ મહેલ પેલેસ અંગે વાત કરતા રાજવી પરિવારના કુંવર ઇન્દ્રજીતસિંહ જાડેજાએ VTV DIGITAL સાથે વાતચીમાં કહ્યું હતું કે, 'તે સમયના રાજવી મહારાજા પ્રાગમલજી બીજા પ્રજા વચ્ચે રહે તે માટે આ પ્રકારના પેલેસનું નિર્માણ કરાવ્યું હતું. ભુજ શહેરના ગમે તે ખૂણેથી પ્રાગ મહેલ પેલેસ દેખાય છે એટલે કે ક્ચ્છ અને ભુજની આન-બાન અને શાન છે. રાજાશાહી યુગ પછી હાલ પ્રાગ મહેલ પેલેસને મ્યૂઝીયમમાં કનવર્ટ કરી દેવામાં આવ્યો છે. આજે પ્રાગ મહેલ પેલેસ હોલીવૂડ, બોલીવૂડના ફિલ્મ જગત માટે હોટ ફેવરિટ સ્થળ બની રહ્યું છે. દેશ-વિદેશના પ્રવાસીઓ પેલેસની મુલાકાત લે છે ત્યારે અચૂક બોલી ઉઠતા હોય છે કે ,'ક્ચ્છ નહિ દેખાતો કુછ નહિ દેખા".
સંકળાયેલા મુદ્દાઓ
Bharatsinh Chauhan is a senior journalist based in kutch having 18+ years experience.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.