બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat High Court refuses to reduce fines now, let 50 per cent people be vaccinated
Kiran
Last Updated: 04:45 PM, 2 July 2021
ADVERTISEMENT
ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યા પછી હવે સંક્રમણ ધીમી ધીમે ઘટી રહ્યું છે. છેલ્લા 2-3 દિવસથી દૈનિક કેસો 100ની અંદર આવી ગયા છે. ત્યારે ગુજરાત સરકારે લોકોને માસ્કના દંડમાં રાહત આપવા માટે વિચાર કર્યો છે. માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ ઘટાડવા માટે એડવોકેટ જનરલે હાઈકોર્ટમાં રજૂઆત કરી હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે અત્યારે માસ્કનો દંડ ઘટાડવા ઇનકાર કરી દીધો છે.
ADVERTISEMENT
હાઈકોર્ટે દંડ ઘટાડવાનો કરી દીધો ઈન્કાર
હાઈકોર્ટે દંડ ઘટાડવા ઈન્કાર કરતા કહ્યું છે કે રાજ્યની 50 ટકા જેટલી વસ્તીનું વેક્સિનેશન થઈ જાય પછી દંડ ઘટાડવાનું વિચારીશું. હાલના તબક્કે દંડ ની રકમ માં ઘટાડો કરવો વ્યાજબી નહીં હોવાનું કોર્ટનું અવલોકન છે. 50 ટકા જેટલી વસ્તીનું રસીકરણ થાય ત્યારબાદ માર્ક ના પહેરવા પર 500 રૂપિયાના દંડ બાબતે વિચારી શકાય પરંતુ હાલ નહીં, તેમ કોર્ટે જણાવ્યું હતું.
બીજી લહેર આવી અને ત્રીજી લહેરનો ખતરો
માસ્ક ના પહેરવા પર હજાર રૂપિયાનો દંડ રાખવામાં આવ્યો હતો તેમ છતાં બીજી લહેર આવી અને ત્રીજી લહેર અપેક્ષિત છે ત્યારે સરકારે રસીકરણ પર વધુ ધ્યાન આપવું જોઈએ, તેમ કોર્ટે કહ્યું હતું. ગુજરાતમાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને રોજના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84 કેસ નોંધાયા
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 84 કેસ નોંધાયા છે જ્યારે 3 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 300 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 2794 છે. જે પૈકી 11 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 300 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,10,751 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.