બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat health department coronavirus update 3 September 2020 Gujarat
ADVERTISEMENT
ગુજરાત આરોગ્ય વિભાગે જાહેર કરેલ આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,325 નવા કોરોનાના કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંકડો 1 લાખને પાર પહોંચી ચૂક્યો છે. તો આજે 1,126 દર્દીઓ સાજા થયા છે અનેખાસ વાત એ છે કે, રાજ્યમાં રિકવરી રેટ 80.88% પર પહોંચ્યો છે. ગુજરાતમાં હાલ એક્ટિવ કેસ માત્ર 16,131 છે. સંક્રમણથી 16 દર્દીઓના મોત થતાની સાથે મૃત્યુઆંક 3064 પર પહોંચ્યો છે. જણાવી દઇએ કે, ગુરૂવારે 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજયમાં અત્યાર સુધીમાં કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
આજે 75,487 કોરોના વાયરસના ટેસ્ટ થયા
ADVERTISEMENT
રાજ્યમાં કોરોના વાયરસના વધતા સંક્રમણના કારણે કોરોનાના ટેસ્ટિંગની સંખ્યામાં પણ વધારો કરવામાં આવી રહ્યો છે. હાલ રાજ્ય કુલ 61 લેબોરેટરી કાર્યરત છે અને છેલ્લા એક મહિનાથી રેપિડ એન્ટીજન કિટનો પણ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જણાવી દઇએ કે, ગુરૂવારે 75,487 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તો રાજયમાં અત્યાર સુધીમાં કુલ 25,59,916 ટેસ્ટ કરવામાં આવ્યા છે. પ્રતિ દિન પ્રતિ મીલીયન 1162.33 ટેસ્ટ કરવામાં આવે છે.
મહાનગરો બાદ આ જિલ્લાએ ચિંતા વધારી
આજે મહાનગરો અમદાવાદમાં 166, સુરતમાં 272, રાજકોટમાં 135, વડોદરામાં 123 બાદ સૌથી વધુ જામનગર જિલ્લામાં 115 કેસ નોંધાયા છે. ત્યારે છેલ્લા 24 કલાકમાં ગુજરાતના વિવિધ જિલ્લામાં નોંધાયેલા કેસની વિગતો નીચે મુજબ છે.
| 03/09/2020 | પોઝિટિવ કેસ |
| અમદાવાદ | 166 |
| સુરત | 272 |
| વડોદરા | 123 |
| ગાંધીનગર | 39 |
| ભાવનગર | 58 |
| બનાસકાંઠા | 30 |
| આણંદ | 15 |
| રાજકોટ | 135 |
| અરવલ્લી | 12 |
| મહેસાણા | 23 |
| પંચમહાલ | 32 |
| બોટાદ | 6 |
| મહીસાગર | 9 |
| ખેડા | 10 |
| પાટણ | 26 |
| જામનગર | 115 |
| ભરૂચ | 26 |
| સાબરકાંઠા | 9 |
| ગીર સોમનાથ | 14 |
| દાહોદ | 18 |
| છોટા ઉદેપુર | 7 |
| કચ્છ | 14 |
| નર્મદા | 9 |
| દેવભૂમિ દ્વારકા | 12 |
| વલસાડ | 10 |
| નવસારી | 9 |
| જૂનાગઢ | 27 |
| પોરબંદર | 1 |
| સુરેન્દ્રનગર | 22 |
| મોરબી | 24 |
| તાપી | 16 |
| ડાંગ | 7 |
| અમરેલી | 29 |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.