બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / હોળી-ધૂળેટીના તહેવારોમાં મુસાફરોને રાહત, 1300 વધારાની બસ દોડાવાશે, જાણો કયા કયા રૂટ
Last Updated: 07:34 PM, 19 February 2026
Holi Dhuleti GSRTC Extra Buses : હોળી-ધૂળેટી પહેલા એસટી નિગમ દ્વારા એક મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં હોળી અને ધૂળેટીના તહેવારો નજીક આવતા જ રાજ્યભરમાં વતન જનાર મુસાફરોની સંખ્યા વધતી હોય છે. આ વધતી ભીડને ધ્યાનમાં રાખીને ગુજરાત એસ.ટી. નિગમે ખાસ વ્યવસ્થા જાહેર કરી છે. તહેવારો દરમિયાન મુસાફરોને સરળ અને સુરક્ષિત મુસાફરી મળી રહે તે માટે નિગમ દ્વારા 1300 વધારાની બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
વિગતો મુજબ આ વધારાની બસો દ્વારા અંદાજે 7500 જેટલી ટ્રિપો ચલાવવામાં આવશે, જેથી રોજગારી માટે શહેરોમાં રહેતા લોકો પોતાના ગામ-વતનમાં જઈ તહેવાર પરિવાર સાથે ઉજવી શકે.
કયા રૂટ પર રહેશે ખાસ સુવિધા?
ADVERTISEMENT
હોળી-ધૂળેટીના દિવસોમાં ખાસ કરીને અમદાવાદ, રાજકોટ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર અને ભુજ જેવા શહેરોમાંથી ગોધરા, દાહોદ, ઝાલોદ અને છોટાઉદેપુર તરફ જતાં મુસાફરો માટે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ વિસ્તારોમાં દર વર્ષે તહેવારો દરમિયાન ભારે મુસાફરી જોવા મળે છે, જેને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
દ્વારકા અને ડાકોર જતા ભક્તો માટે વિશેષ આયોજન
ADVERTISEMENT
દ્વારકા અને ડાકોરr ખાતે હોળી દરમ્યાન વિશેષ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોવાથી હજારો ભક્તો દર્શનાર્થે જતા હોય છે. ભક્તોને કોઈ અગવડતા ન પડે તે માટે 450 વધારાની બસો ફાળવવામાં આવી છે, જે લગભગ 3500 ટ્રિપો સંચાલિત કરશે. આ પગલાંથી દર્શનાર્થીઓને સરળ પરિવહન સુવિધા મળશે.

ADVERTISEMENT
ક્યારે મળશે આ સેવા?
આ ખાસ સેવા 27 ફેબ્રુઆરીથી 5 માર્ચ 2026 સુધી ઉપલબ્ધ રહેશે. તહેવારોની ભીડ ટાળવા અને સીટની ખાતરી કરવા માટે મુસાફરોને અગાઉથી બુકિંગ કરવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT
એડવાન્સ બુકિંગ અને માહિતી
ADVERTISEMENT
મુસાફરો gsrtc.in વેબસાઈટ અથવા GSRTC મોબાઇલ એપ દ્વારા ઓનલાઈન બુકિંગ કરી શકે છે. ઉપરાંત, કોઈપણ માહિતી માટે 24 કલાક ટોલ ફ્રી નંબર 1800 233 666666 પર સંપર્ક કરી શકાય છે. રાજ્યના તમામ ડેપો પર પણ વધારાની બસોની માહિતી અને ટિકિટ ઉપલબ્ધ રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.