ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ડાકોરમાં શિક્ષકે ધોરણ 9ની વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ આચર્યું, સ્કૂલ બદલી તો સંપર્ક કરીને હવસ સંતોષી
Last Updated: 05:35 PM, 19 February 2026
ADVERTISEMENT
Dakor Crime News : ડાકોરથી એક ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. વાસ્તવમાં ઠાસરા પંથકમાં એક શિક્ષક પર પોતાની જ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ કર્યાનો આક્ષેપ થયો છે, જેને લઈને લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જોકે હાલ આ મામલે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ADVERTISEMENT
શું છે સમગ્ર મામલો ?
વિગતો મુજબ શૈલેષ રાઠવા નામનો શિક્ષક ધોરણ 8માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીને લાંબા સમયથી હેરાન કરતો હતો. વિદ્યાર્થીનીએ આગળ ધોરણ 9માં અભ્યાસ માટે શાળા બદલી અને સાવલી ખાતે ભણવા ગઈ હતી. પરિવારને લાગ્યું કે, શાળા બદલવાથી દીકરીને સુરક્ષિત વાતાવરણ મળશે. પરંતુ આક્ષેપ છે કે શિક્ષકે શાળા બદલ્યા પછી પણ વિદ્યાર્થિનીનો સંપર્ક જાળવી રાખ્યો અને અંતે તેની સાથે દુષ્કર્મ આચર્યું. ઘટનાની જાણ થતાં પરિવારજનો આઘાતમાં મુકાઈ ગયા હતા, પરંતુ તેમણે હિંમત દાખવી કાયદેસર પગલાં લેવા નિર્ણય કર્યો.
ADVERTISEMENT

આ પણ વાંચો : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા 59 TDOની સામૂહિક બદલી, જુઓ આખું લિસ્ટ
ADVERTISEMENT
અંતે પોલીસમાં ફરિયાદ
આ મામલે ડાકોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસ દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરવામાં આવી છે અને આરોપી સામે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / બેઝિક સેલરી હશે ₹72,000? 8માં પગારપંચમાં 4.0 ફિટમેન્ટ ફેક્ટરની માંગ!
ADVERTISEMENT