બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / Gujarat government purchases aircraft worth 194 crores for travel of CM and dignitaries

ગુજરાત / મુખ્યમંત્રી વિજય રૂપાણી હવે સફર કરશે તોતિંગ 191 કરોડના આ સુપર હાઈટેક વિમાનમાં

Published By: Shalin

Last Updated: 11:27 PM, 6 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સરકારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગવર્નર, ડેપ્યુટી CM જેવા હોદ્દેદારો માટે 191 કરોડના નવા વિમાનની ખરીદી કરી હતી. આ ખરીદીની વાટાઘાટ 5 વર્ષથી ચાલી રહી હતી.

બે એન્જીન ધરાવતા આ વિમાનનું નામ 'Bombardier Challenger 650' છે જે 2 અઠવાડિયામાં ગુજરાત સરકારને મળી જશે. તેને લગતી તમામ ઔપચારિકતાઓ સમાપ્ત થઇ ગઈ છે.  

Source : https://businessaircraft.bombardier.com/

આ વિમાન 12 મુસાફરોને લઇ જઈ શકશે. તેની ઉડવાની રેન્જ 7000 કિમી છે જે હાલ વપરાતા છેલ્લા 20 વર્ષથી વપરાતા 'Beechcraft Super King' કરતા ઘણી વધુ છે. 'Beechcraft Super King' ફક્ત 9 પ્રવાસીઓની મુસાફરી કરાવે છે. આ વિમાન 870 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉડી શકે છે. 

Source : https://businessaircraft.bombardier.com/

હવામાં ઉડવા માટે લાગશે હજુ 2 મહિના 

સિવિલ એવિએશનના ડિરેક્ટરે જણાવ્યું છે કે આ વિમાનને હજુ કસ્ટમ્સ, DGCA અને અન્ય ઓથરીટી પાસેથી અલગ અલગ પરવાનગીઓ અને પ્રમાણપત્ર લેવા પડશે જેમાં 2 મહિના લાગશે.

તેમણે જણાવ્યું હતું કે નવું વિમાન VIPને ચીન સુધીના દેશોનો પ્રવાસ કરાવી શકશે. 

Source : https://businessaircraft.bombardier.com/

કેમ ખરીદ્યું નવું એરોપ્લેન?

તેમણે એ પણ જણાવ્યું હતું જુના વિમાનની ઓછી રેન્જના કારણે CMએ બીજા દેશમાં સફર કરવા માટે પ્રાઇવેટ જેટ ભાડે લેવા પડતા હતા જેમનો ભાવ એક કલાકના 1 લાખ રૂપિયા અથવા તેથી પણ વધુ હતો. 

આ ઉપરાંત જુના વિમાનની ક્ષમતા 9 પ્રવાસીઓની હતી પણ હકીકતમાં ફક્ત 4 થી 5 પ્રવાસીઓ જ પ્રવાસ કરી શકતા કારણકે વિમાને સાથે વધારાનું બળતણ રાખવું પડતું હતું.

વારંવાર રિફ્યુઅલિંગના કારણે જુના વિમાનમાં અમદાવાદથી ગુવાહાટી જવા માટે 5 કલાકનો સમય જતો હતો જયારે નવા વિમાનમાં આ અંતર 2 કલાકમાં કાપી શકાશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

CM aircraft Cm plane chief minister cm rupani guajrat vip gujarat gujarat aircraft vijay rupani Gujarat

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ