ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gujarat Government not launch Kaizala application
ADVERTISEMENT
શિક્ષકોના વિરોધ વચ્ચે હવે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં થાય. શિક્ષકસંઘના વિરોધ વચ્ચે સરકારે આ નિર્ણય કર્યો. સરકાર દ્વારા શિક્ષકોની સ્કૂલમાં હાજરી નિયમિત કરવા માટે એક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT

જેમાં શિક્ષકો પોતાના મોબાઇલમાં કાયઝાલા એપડાઉન લોડ કરે અને તેનાથી હાજરી પૂરે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી. પરંતુ શિક્ષકોએ તેનો વિરોધ કરતા સરકારે કાયઝાલા એપ્લિકેશન લોન્ચ નહીં કરવાનો નિર્ણય કર્યો.
ADVERTISEMENT

જો કે, ઓનલાઈન અટેન્ડન્સની પ્રક્રિયા શરૂ કરવા સરકાર મક્કમ છે. જેને લઈને હવે બાયોમેટ્રિક સિસ્ટમથી શિક્ષકોની હાજરી લેવામાં આવશે. જેમાં શિક્ષકોને બે ટાઈમ ઓનલાઈન હાજરી પુરવાની રહેશે. શિક્ષકોની હાજરી માટે બાયોમેટ્રિક સિસ્ટમમાં આઈ સ્કેનર અથવા ફીંગર પ્રિન્ટનો ઉપયોગ કરવામાં આવશે. સરકાર દ્વારા આવતીકાલ ગુરૂવારે શિક્ષક દિને ઓનલાઈન અટેન્ડન્સ સિસ્ટમ લોન્ચ કરાશે.
સંકળાયેલા મુદ્દાઓ