બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Government increases grade pay of st bus drivers and conductors
ADVERTISEMENT
ગુજરાત સરકાર દ્વારા દિવાળી પહેલા રાજ્યના ST બસ કર્મચારીઓને મોટી ભેટ આપવામાં આવી છે. ST બસના ડ્રાઈવર અને કંડકટરનાં ગ્રેડ પેમા વધારો કરવામાં આવ્યો છે.
ગુજરાત ST બસ ના ડ્રાઇવર અને કંડકટરના ગ્રેડ પે માં વધારો: ડ્રાઇવરોને 1800ને બદલે 1900 જ્યારે કંડકટરનો ગ્રેડ પે 1650ના બદલે 1800 ચુકવાશે, વધારો 1 નવેમ્બરથી લાગુ કરાશે@CMOGuj @OfficialGsrtc
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) October 29, 2021
ADVERTISEMENT
ગુજરાતનાં ST બસના ડ્રાઈવરનો ગ્રેડ પે 1800થી વધારીને 1900 કરવામાં આવ્યો છે જ્યારે કંડકટરનો ગ્રેડ પે 1650થી વધારીને 1800 કરવામાં આવ્યો છે. આ વધારો પહેલી નવેમ્બરથી જ લાગુ કરવામાં આવશે.
ADVERTISEMENT
કેટલો થયો વધારો
ડ્રાઈવર: પહેલા 1800, હવે 1900
કંડકટર: પહેલા 1650, હવે 1800
લાગુ ક્યારથી થશે: પહેલી નવેમ્બર, 2021થી
નોંધનીય છે કે હાલમાં જ ગુજરાતનાં કેટલાક પોલીસ કર્મચારીઓ દ્વારા ગ્રેડ પેની માંગણીને લઈને જ સોશ્યલ મીડિયામાં આંદોલન ચલાવવામાં આવ્યું હતું કે પોલીસનાં પરિવાર દ્વારા ગાંધીનગરમાં કેટલીક જગ્યા પર ધરણાં પણ કરવામાં આવ્યા હતા. જોકે ગઈ કાલે જ સરકાર દ્વારા વાતચીત અને મંત્રણા બાદ પોલીસની માંગણીઓને લઈને કમિટીની રચાનાના આદેશ આપવામાં આવ્યા છે જે બાદ આંદોલન સમેટવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.