બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Government atma nirbhay package for gujarati small businessman
Gayatri
Last Updated: 04:00 PM, 14 May 2020
ADVERTISEMENT
ગુજરાત સરકારે 'આત્મનિર્ભર ગુજરાત' યોજનાની જાહેરાત કરી છે. રાજ્યના 10 લાખથી વધુ લોકોને આ યોજનાનો લાભ મળશે. 1 લાખ રૂપિયા સુધી લોન કારીગરો, વેપારીને મળશે. આ લોનનું વ્યાજ 12 ટકાને બદલે માત્ર 2 ટકા જ વસૂલવામાં આવશે. અરજીને આધારે કોઈપણ ગેરન્ટી વગર રૂા. 1 લાખ સુધીની લોન મળશે.
નાના વેપારીઓને 6 ટકાના દરે લોન
ADVERTISEMENT
નાના વેપારીઓને 6 ટકા વ્યાજ રાજ્ય સરકાર ચુકવશે. છ મહિના સુધી કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. કોપરેટિવ બેંકો પણ સહાય માટે સહમત થઈ છે. પૈસા લોકોના હાથમાં આવશે તો લોકો આત્મનિર્ભર થઈ શકશે. ગુજરાતના ખૂણે ખૂણે આ વ્યવસ્થા બનેલી રહેશે.
યોજનાની મુખ્ય વાતો
મહત્વનું છે કે PM મોદીએ મંગળવારે રાષ્ટ્રજોગ સંબોધન દરમ્યાન આત્મનિર્ભર ભારત સાથે 20 લાખ કરોડ પેકેજની જાહેરાત કરી હતી. જેના સંદર્ભે રૂપાણી સરકારે પણ આત્મનિર્ભર યોજનાની જાહેરાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.