બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat government announced support prices of 4 crops for farmers
Vishnu
Last Updated: 08:12 PM, 3 October 2022
ADVERTISEMENT
મગફળી પકવતા ખેડૂતો માટે સારા સમાચાર મળી રહ્યા છે. લાભ પાંચમથી મગ, અડદ અને સોયાબીન,મગફળીની ટેકાના ભાવે સરકાર ખરીદી શરૂ થશે. આ માટે 25 સપ્ટેમ્બરથી 24 ઓક્ટોબર સુધી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે.90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરવામાં આવશે. ગુજકોમાસોલ ટેકાના ભાવે ખરીદી માટે નોડલ એજન્સી રહેશે તેવો નિર્ણય પણ સરકાર દ્વારા લેવામાં આવ્યો છે.
ખેડૂતો માટે ટેકાના ભાવ જાહેર
ADVERTISEMENT
ખેતપેદાશના ટેકાના ભાવ બજારભાવ ન બની શકે?
વસ્તી વધી તેની સામે જમીનો ઘટી છે, ખેડૂતો ઘટ્યા છે અને તેના કારણે દેશે અનેક વસ્તુઓ બહારથી આયાત કરવી પડે છે. ખેડૂતનો દીકરો આજે ખેડૂત બનવા તૈયાર નથી. ખેડૂત દેવાના બોજ નીચે દબાયેલો જ રહે છે. આની પાછળનું કારણ શું? હજુ પણ એક ખેડૂતે લઘુતમ ટેકાના ભાવ પર આધાર રાખવો પડે છે. કેમ એવી કોઈ વ્યવસ્થા થતી નથી કે MSP અને MRP બન્ને એક સામાન હોય? એટલે કે ખેડૂતને ટેકાના ભાવ જેટલા જ ભાવ બજારમાં મળે. ખેડૂતોની સ્થિતિ સુધરતી નથી તેની પાછળ સરકાર જવાબદાર છે કે પછી સ્વયં ખેડૂતો? તે વિચારવા જેવો પ્રશ્ન છે. ત્યારે કેટલાક સવાલો થઈ રહ્યા છે કે સરકારે જ કેમ ટેકાના ભાવે ખરીદી કરવી પડે છે?. ખેત પેદાશનાં બજારભાવનું સરકાર કેમ કરે છે નિયમન?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.