બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / ફિક્સ પગારના કર્મચારીઓ આનંદો, હવે મળશે આ લાભ, ગુજરાત સરકારે કર્યું એલાન
Last Updated: 04:37 PM, 24 November 2025
Gandhinagar: રાજ્યમાં ફિક્સ પગારના કર્મચારીઓ માટે આનંદના સમાચાર છે. ગુજરાત સરકાર દ્વારા આ કર્મચારીઓને ભથ્થુ આપવામાં આવનાર છે. ગુજરાતમાં રાજ્ય સરકારના વર્ગ 3 અને વર્ગ 4ના ફિક્સ પગારના કર્મીઓને મોટી રાહત આપવામાં આવી છે. આ કર્મચારીઓને હવે સોપવામાં આવતા વધારાની કામગીરી માટે ચાર્જ એલાઉન્સ મળશે.
ADVERTISEMENT

કર્મચારીઓને હવે નવા પગાર વધારા મુજબ એલાઉન્સ આપવામાં આવશે. વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગાર કર્મચારીઓને આપવામાં આવતા વધારાના કાર્ય માટે હવે ચાર્જ એલાઉન્સ આપવા અંગે નાણાં વિભાગે નવા પરિપત્ર દ્વારા સ્પષ્ટતા કરી દીધી છે. રાજ્ય સરકારના કર્મચારીમાં સેમ કેડરનો ચાર્જ સોંપવામાં આવેલ હોય તો 5 ટકા, પણ સિનિયર લેવલનો વધારાનો ચાર્જ સોપ્યો હોય તો 10 ટકા ચાર્જ એલાઉન્સ મળવાપાત્ર થશે.
ADVERTISEMENT
કચેરીઓમાં ફિક્સ પગારથી કર્મચારીઓને ભરતી કરવામાં આવતી હોય છે આવા કર્મચારીઓની ઘણા સમયથી માંગણીઓ હતી. વર્ગ-3ના ઘણા કર્મચારીઓ સાથે અન્યાય થતો હોવાની ફરિયાદો ઊઠી હતી. ધી ગુજરાત સચિવાલય સ્ટાફ એસોસિયેશન દ્વારા સરકાર સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવેલ હતી. જેને લઇ નાણાં વિભાગે તાજેતરમાં બહાર પાડેલા આદેશમાં સ્પષ્ટ કર્યું છે કે 20 ઓક્ટોબર 2021 પછી નિમણૂક પામેલા અને હાલ ફિક્સ પગાર પર ફરજ બજાવતા કર્મચારીઓને વધારાની જવાબદારી સોંપવામાં આવી હોય તો ચાર્જ એલાઉન્સ ચૂકવવામાં આવશે.

ADVERTISEMENT
આ નિર્ણયથી ફિક્સ પગાર કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે. નાણાં વિભાગે બધા વિભાગો તથા જિલ્લા કચેરીઓને આ આદેશ તાત્કાલિક લાગુ કરવા કહ્યુ છે. સરકારના આ નિર્ણયથી રાજ્યના હજારો ફિક્સ પગાર કર્મચારીઓને સીધી આર્થિક રાહત મળશે.
આ પણ વાંચોઃ AMCનું મેગા ડિમોલિશન, શહેરના આ વિસ્તારમાં 1000થી વધુ ગેરકાયદે મકાનો પર ચાલશે તંત્રનું બુલડોઝર
ADVERTISEMENT
કયા કયા કર્મચારીઓને લાભ મળશે!
સરકારની સીધી ભરતી દ્વારા નિમણુક કરાયેલા કર્મચારી
ADVERTISEMENT
નિમણૂક સ્થાન સિવાયનું વધારાનું કામ સોંપાયુ હોય તેને
જેના માટે ઓર્ડર/ચાર્જ નોંધાયેલો હોય તેવા કર્મચારી
ADVERTISEMENT
વર્ગ-3 અને વર્ગ-4ના ફિક્સ પગારના કર્મી
નાણા વિભાગના તારીખ 16/02/2006ના ઠરાવથી ફિક્સ પગારની નીતિ અંતર્ગત રાજય સરકારની કચેરીઓ ખાતે વર્ગ-3 અને વર્ગ-4ની સીધી ભરતીની જગ્યાઓ ઉપર નિયત ભરતી પ્રક્રિયા દ્વારા નિમણૂક પામેલ ફીકસ પગારના કર્મચારીઓને સમાન અથવા ઉપલી જગ્યાનો વધારાનો હવાલો સોંપવામાં આવે તો આ ફિક્સ પગારના કર્મચારીઓને મળવાપાત્ર પ્રવર્તમાન મહેનતાણાના અનુક્રમે 5થી10 ટકા ચાર્જ એલાઉન્સ મળશે. આ પરિપત્રનો અમલ પરિપત્ર પ્રસિદ્ધ થયા તારીખથી કરવાનો રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.