બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગુજરાત / gujarat from today the bhadaravi poonam fair started in ambaji cm rupani inaugurates it
ભાદરવી પૂનમના પંરપરાગત મેળા આજથી શરુ થયો અને ભક્તિભાવથી રંગાયેલ અંબાજીમાં સીએમ રૂપાણીએ મેળાનું ઉદ્ઘાટન કર્યુ.
ADVERTISEMENT
રાજ્યભરપમાં ભાદરવી પૂનમાના મેળાનું અંનેરુ મહત્વ રહેલુ છે. આ મેળો ગુજરાતનો સૌથી મોટો પદયાત્રી મેળા છે. અંબાજીમાં રાજયભરમાંથી પદયાત્રીઓ મા અંબાના દર્શને આવે છે. આ મેળો સાત દિવસ સુધી ચાલશે. આજથી શરુ થયેલો આ મેળો 14 સપ્ટેમ્બર સુધી ચાલશે. મંદિરમાં આજથી સવારની આરતીનો સમય 6.15થી 6.45નો રહેશે જ્યારે સાંજની આરતીનો સમય 7થી 19.30 સુધી રહેશે. જ્યારે સવારે 6.45થી 11.30 વાગ્યા સુધી દર્શન કરી શકાશે, બપોરે 12.30 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી દર્શન કરી શકાશે. સાંજે 7.30થી 1.30 સુધી માતાજીના દર્શન કરી શકાશે.

ADVERTISEMENT
ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવેલ આરાસૂરમાં અંબાજી માતાનું મંદિર ભારતની 51 શક્તિપીઠમાંની એક શક્તિપીઠ છે. માઈ ભક્તોની આસ્થાનું તે પ્રતીક છે. દર વર્ષે ભાદરવી પૂનમે 25 લાખથી પણ વધુ શ્રધ્ધાળુઓ માતાના દર્શને ઉમટી પડે છે. કહેવાય છે મા સતી મા જગદમ્બાનું હ્દય અહીં પડ્યુ હતુ. તેથી તમામ શક્તિપીઠમાં આ શક્તિપીઠનું મહત્વ અનેરું છે. આરાસૂર પાલનપુરથી 65 કિ.મી, માઉન્ટ આબુથી 45 કિમીના અંતરે આવેલુ છે. મંદિરમાં માની મૂર્તિને સ્થાને એક જયોત છે જે દર્શાવે છે કે આ મંદિર ખૂબ પુરાણુ છે. ગબ્બર પર ચઢવા માટે 999 પગથિયા છે જો કે હવે રોપ વેની સુવિધા કરવામાં આવી છે પણ તેમ છતા ભક્તો તો પગથિયેથી જ ભગવાન સુધી પહોંચવાનું યોગ્ય સમજે છે.
અંબાજીના મેળાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે અંબાજીના મેળામાં એવી એક વાયકા જોડાએલી છે કે, 1852માં બનાસકાંઠાના રાજાને ત્યાં શેર માટીની ખોટ હતી અને તેણે અંબાજી માના દર્શને જવાની માનતા રાખી હતી અને તેને ત્યાં પુત્રરત્નનો જન્મ થતા તે 51 બ્રાહ્મણો સાથે પગે ચાલીને મા અંબાના દર્શને ગયા હતા. અંબાજીમાં તેમણે બ્રાહ્મણોને બ્રહ્મભોજન પણ કરાવ્યું હતું ત્યારથી જ હજારો, લાખો લોકો માં અંબા ઉપર પોતાની શ્રદ્ધા રાખીને પગપાળા અંબાજી દર્શને જાય છે. વળી પૂનમે માં અંબાને નવરાત્રીનું આમતંત્ર આપવાનો પણ એક રીવાજ છે. નવરાત્રીમાં પોતાના ઘર, મહોલ્લાને ગામમાં માની માંડવડીએ માતાજીને પધરવાનું ભાવભીનું આમંત્રણ આપે છે.
અંબાજીમાં ગબ્બરની ગોખમાં અખંડ જ્યોતમાંથી જ્યોતનો અંશ પણ પોતાને ત્યાં લઈ જાય છે તો વળી માતાજીના મંદિરના શિખરે ધજા ચઢાવવાનું પણ અનોખુ મહાત્ય રહેલુ છે. પદયાત્રીઓની સેવા માટે ઠેરઠેર વિશ્રામ ગૃહો અને જમવાથી લઈ તેમના નાસ્તા સુધીની વ્યવસ્થા વિવિધ સંસ્થાઓ દ્વારા કરવામાં આવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.