બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / વડોદરા / Gujarat Energy Transmission Corporation Ltd. The issue of canceling the recruitment of Electric Assistant by

નિર્ણય / જેટકો ભરતી વિવાદ હજુ શમ્યો નથી: લેખિત પરીક્ષા આપવા તૈયાર નથી ઉમેદવારો, અલ્ટિમેટમ છતાં નિર્ણય ન લેવાતા આક્રોશ

Dinesh

Last Updated: 11:45 AM, 26 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat energy department: ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ.ની ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી મુદ્દે ઉમેદવારોએ વડોદરા GETCO કચેરીમાં રજૂઆત કરી છે, લેખિત પરીક્ષા ફરી ન લેવાનું જાહેરનામું બહાર પાડવાની માગ કરી

  • ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો
  • ઉમેદવારો વડોદરા GETCO કચેરીમાં કરશે રજૂઆત
  • અલ્ટિમેટમ આપવા છતા નિર્ણય ન કરાતા રોષ


ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશ લિ. દ્વારા ઈલેક્ટ્રિક આસિસ્ટન્ટની ભરતી રદ્દ કરવાનો મુદ્દો ગરમાયો છે. ઉમેદવારો દ્વારા ફરી વખત વડોદરા GETCO કચેરીમાં રજૂઆત કરાઈ છે.  અત્રે જણાવીએ કે, અલ્ટિમેટમ આપવા છતા GETCO દ્વારા નિર્ણય ન કરાતા ઉમેદવારોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

લેખિત પરીક્ષા ફરી ન લેવાનું જાહેરનામું બહાર પાડવા માગ 
50 જેટલા ઉમેદવારો ફરી વખત GETCO કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા છે. GETCO દ્વારા લેખિત પરીક્ષા અને પોલ ટેસ્ટની તારીખ જાહેર કરી છે. લેખિત પરીક્ષા ફરી ન લેવાનું જાહેરનામું બહાર પાડવાની માગ કરાઈ છે. ઉમેદવારોએ લેખિત પરીક્ષા ન લેવી તેવું નવેસરથી જાહેરનામું બહાર પાડવાની  માંગ કરી છે. અત્રે જણાવીએ કે, ઉમેદવારોએ જેટકોને 48 કલાકનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ. 

શું હતો સમગ્ર વિવાદ
20 નવેમ્બરનાં રોજ ધોળાજીનાં યુવકે જૂનાગઢમાં લેવાયેલી જેટકો ઈલેક્ટ્રીક આસિસ્ટન્ટની પરીક્ષામાં નિયમો ભંગ થયો હોવાનો સંકેત મકવાણાએ આક્ષેપ કર્યો હતો. ત્યારે આ બાબતે યુવક દ્વારા અનેક વખત રજૂઆત કરતા છતાં કોઈ નિરાકરણ ન આવતા યુવક દ્વારા ઈચ્છા મૃત્યુની માંગ કરી હતી.  તેમજ પરીક્ષાને લઈ યુવક દ્વારા અનેકવાર ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. તેમજ અગાઉ પણ યુવકે જેટકો વિરૂદ્ધ આક્ષેપો કર્યા હતા. 
    પરીક્ષા બાદ કેટલાક ઉમેદવારો દ્વારા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવેલી હતી કે, રાજકોટ, ભરૂચ અને મહેસાણા ઝોન હેઠળની વર્તુળ કચેરીઓ ખાતે લેવામાં આવેલ પોલ ટેસ્ટની પ્રક્રિયામાં જીયુવીએનએલ તેમજ જેટકો દ્વારા બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા લેવામાં આવેલી નથી. જે બાદ તપાસ કમિટી દ્વારા તપાસ કરતા સદર ક્ષતિને ધ્યાનમાં આવેલ હતી. જેથી આ ત્રણ ઝોનના ઉમેદવારોની લાગણીને ધ્યાને લઈને સમગ્ર પરિક્ષા ટુંક સમયમાં ફરીથી લેવાનું કહ્યું હતુ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ