બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતમાં ગ્રીન એનર્જી ખરીદવી ફરજિયાત, ગુજરાત વિજળી નિયામક આયોગનો આદેશ

મોટો નિર્ણય / ગુજરાતમાં ગ્રીન એનર્જી ખરીદવી ફરજિયાત, ગુજરાત વિજળી નિયામક આયોગનો આદેશ

Vishal Dave

Last Updated: 07:33 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રની ટેરિફ નીતિ અને સીઇઆરસીના માર્ગદર્શન હેઠળ ગુજરાત વીજળી નિયામક આયોગે જૂના નિયમો રદ કરી નવી રૂપરેખા અનુસાર રિન્યુએબલ પાવર પરચેઝ ઓબ્લિગેશન (આરપીપીઓ) માટે વર્ષવાર લક્ષ્યાંક નક્કી કર્યો છે

ગુજરાત વિજળી નિયામક આયોગે નવીનીકરણીય સ્ત્રોતોમાંથી ઉર્જા ખરીદી અંગેના નિયમો, 2025 જાહેર કર્યા છે. આ નિયમો હેઠળ રાજ્યની વિજ વિતરણ કંપનીઓ, ઓપન ઍક્સેસ ગ્રાહકો તથા કેપ્ટિવ પાવર યુઝર્સને હવે નિર્ધારિત ટકા વિજળી નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી જ ખરીદવી ફરજિયાત રહેશે.

નોટિફિકેશન મુજબ, આ નિયમો તરત અમલમાં આવશે અને સમગ્ર ગુજરાતમાં લાગુ પડશે. અગાઉના 2005 અને 2010ના નિયમોને રદ્દ કરવામાં આવ્યા છે. નવી રૂપરેખા અનુસાર, રિન્યુએબલ પાવર પરચેઝ ઓબ્લિગેશન એટલે કે RPPO માટે વર્ષવાર લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે, જે 2024-25માં કુલ વપરાશના 29.91% થી શરૂ થઈને 2029-30માં 43.33% સુધી પહોંચશે.

જીઇઆરસીના સેક્રેટરી રનજીથકુમાર જે. એ જણાવ્યું હતું કે આ લક્ષ્યાંકોને પવન, હાઇડ્રો, વિતરણ સ્તરની રિન્યુએબલ (જેમ કે 10 મેગાવોટથી નાની સોલાર યોજનાઓ) તથા અન્ય રિન્યુએબલ સ્ત્રોતો જેવા વિભાગોમાં વહેંચવામાં આવ્યા છે. ઉપરાંત, એનર્જી સ્ટોરેજ ઓબ્લિગેશન પણ નક્કી કરાયું છે, જે 2024-25માં કુલ વપરાશના 1% થી શરૂ થઈને 2029-30માં 3.5% સુધી વધશે.

ફરજિયાત લક્ષ્યાંકો હાંસલ ન કરનારા ગ્રાહકોને ઉર્જા સંરક્ષણ કાયદા મુજબ દંડનો સામનો કરવો પડશે. ઉદાહરણ તરીકે, નિર્ધારિત લક્ષ્યાંક કરતાં ઓછી નવીનીકરણીય ઉર્જા ખરીદવા બદલ પ્રતિ યુનિટ અંદાજે ₹3.72 દંડ ભરવો પડશે. આ નિયમોનું પાલન થાય તે માટે ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA)ને સ્ટેટ નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી છે, જે ઓનલાઇન પોર્ટલ દ્વારા તમામ વિગતોનું મોનીટરીંગ કરી ત્રિમાસિક અહેવાલ કમિશનને આપશે.

ઉપરાંત, ગ્રીન હાઇડ્રોજન અને ગ્રીન એમોનિયાના ઉત્પાદન માટે વપરાતી નવીનીકરણીય વિજળી પણ આ પાલન હેઠળ માન્ય ગણાશે, જે કેન્દ્ર સરકારની ગ્રીન ફ્યુઅલ નીતિ સાથે સંકલિત છે. આ નવા નિયમો ગુજરાતને નવીનીકરણીય ઉર્જામાં વધુ મજબૂત બનાવશે અને ભારતના કાર્બન ઘટાડા તથા સ્વચ્છ ઉર્જા પરિવર્તનના લક્ષ્યોને ગતિ આપશે. આ નિયમો જીઇઆરસીના ચેરમેન અને પૂર્વ મુખ્યસચિવ અનિલ મુકિમના માર્ગદર્શનમાં તૈયાર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ 50થી 60 કિમી ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

કેન્દ્રની ટેરિફ નીતિ અનુસાર પરિવર્તન

રણજીથકુમારે જણાવ્યું હતું કે હિતધારકો તરફથી વાંધાસૂચનો પ્રાપ્ત થયા પછી તેની સુનાવણી આયોગના કાર્યાલયમાં નિશ્ચિત કરવામાં આવી હતી. તેમના તરફથી આવેલા સૂચનોને ધ્યાને રાખી મુસદ્દાઓ આખરી વિનિમયો અને કારણો દર્શાવતું નિવેદન નોટીફાય પણ કરવામાં આવ્યું છે. ભારત સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા ટેરિફ નીતિની જોગવાઇ અનુસાર કેન્દ્રીય વિદ્યુત નિયંત્રણ આયોગના આદેશથી ગુજરાતે નવા નિયમો જાહેર કર્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Renewable Energy Purchase Obligation Gujarat Electricity Regulatory Commission Energy Storage Obligation
Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ