બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 50થી 60 કિમી ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

આગાહી / 50થી 60 કિમી ઝડપે ફૂંકાશે પવન, માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગની ચેતવણી

Last Updated: 05:30 PM, 29 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીર-સોમનાથના વેરાવળ બંદરે ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે અહીં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે

ગીર-સોમનાથના વેરાવળ બંદરે ફરી 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે. હવામાન વિભાગે અહીં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવાની સંભાવના વ્યક્ત કરી છે.. જોરદાર પવન ફુંકાવાની શક્યતાને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે. અને દરિયા કિનારે રહેતા લોકોને એલર્ટ રહેવા જણાવાયું છે.

મહત્વનું છે કે રાજ્યના અનેક જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ જામેેલો છે. સાબરકાંઠાના ઇડરમાં ભારે વરસાદે નુકસાની વેરી છે.. વરસાદી પાણીના નિકાલના અભાવને કારણે હવે હોસ્પિટલના દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. કારણ કે હાઇવે ઓથોરિટીએ રસ્તો બનાવ્યો પણ પાણીના નિકાસની વ્યવસ્થા ન કરી... જેને કારણે ભારે વરસાદથી પાણીનો ભરાવો થયો. પાણી ભરાઇ જતા આત્મવલ્લભ હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલ તૂટી ગઇ હતી.. અને વરસાદી પાણી હોસ્પિટલમાં ઘૂસી આવ્યા હતા. હોસ્પિટલના દરેક વિભાગ, દરેક વોર્ડમાં પાણી ફરી વળ્યા,, ઘૂંટણસમા પાણી ભરાતા હોસ્પિટલમાં દાખલ 15થી વધુ દર્દીઓ ભારે હાલાકી ભોગવવા મજબૂર થયા..એટલું જ નહીં અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા દર્દીઓ સારવાર વગર જ પાછા ફર્યા.હોસ્પિટલ સંચાલકો દ્વારા તંત્રને જાણ કરવામાં આવી..પરંતુ તંત્ર દ્વારા કોઇ મદદ ન મળતા લોકો રોષે ભરાયા છે.

યાત્રાધામ ડાકોરમાં 1 ઈંચ વરસાદથી ઠેર-ઠેર પાણી ભરાયા હતા રણછોડરાય મંદિર પરિસરમાં પાણી ભરાતાં હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. થોડા વરસાદમાં જ ડાકોરના વિવિધ ભાગોમાં પાણી ભરાયા હતા. સંસ્થાન હાઈસ્કૂલ વિસ્તારમાં વીજપોલ ધરાશાયી થઈ હતી. સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી

આ પણ વાંચોઃ એકસાથે 3 સિસ્ટમ ગુજરાતને ઘમરોળશે, અહીંયા તો 3 નંબરનું સિગ્નલ આપી દેવાયું

રાજ્યમાં સવારે 6 થી 12 વાગ્યા સુધી ક્યાં કેટલો વરસાદ

આજે રાજ્યના 75 તાલુકામાં વરસાદી માહોલ છવાયેલો જોવા મળ્યો. જેમાં ડોલવણ 6.34 ઈંચ, શહેરા 4.25 ઈંચ, વાલોડ 3.31 ઈંચ, ઉમરેઠ 2.76 ઈંચ , નડીયાદ 2.56 ઈંચ, ઉમરગામ 2.44 ઈંચ, મહુવા 2.01 ઈંચ, ચીખલી 1.85 ઈંચ, ગણદેવી 1.77 ઈંચ, બારડોલી 1.69 ઈંચ, માંડવી 1.57 ઈંચ, ખેરગામ 1.54 ઈંચ, સોનગઢ 1.46 ઈંચ, વાસંદા 1.3 ઈંચ, વસો 1.26 ઈંચ, ધરમપુર 1.22 ઈંચ, બાલાસિનોર 1.22 ઈંચ, ગોધરા 1.18 ઈંચ વરસાદ પડ્યો હતો

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Veraval Port Strong Winds Weather Warning
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ