બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદ / gujarat elections pm narendra modi rally drone fiR

BIG BREAKING / સુરક્ષામાં મોટી ચૂક? બાવળામાં PM મોદીની સભામાં દેખાયું ડ્રોન, ત્રણ શખ્સોની કરી ધરપકડ

Kishor

Last Updated: 09:47 PM, 24 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હતું. જેને લઇને સુરક્ષામાં ચૂકને પગલે ડ્રોન ઉડાડનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.

PM મોદીની સભામાં ડ્રોન દેખાયું
બાવળામાં PMની સભામાં દેખાયું ડ્રોન
ડ્રોન ઉડાડનાર ત્રણ શખ્સોની ધરપકડ

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને કેન્દ્રીય નેતાઑ ગુજરાતમાં સભા ગજવી મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાતની મુલાકાતે છે. જેમાં આજે પાલનપુર, મોડાસા, દહેગામ અને બાવળા એમ ચાર સ્થળોએ જનમેદનીને સંબોધી હતી. આ દરમિયાન PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હોવાનું સામે આવતા કાર્યવાહી કરવામાં આવી છે.  

ત્રણેય શખ્સો અમદાવાદ ઓઢવના રહેવાસી
બાવળામાં PM મોદીની સભામાં ડ્રોન દેખાયું હતું. જેને લઇને તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી. સુરક્ષામાં ચૂકને લઇને ડ્રોન ઉડાડનાર ત્રણ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે.  ત્રણેય શખ્સો અમદાવાદ ઓઢવના રહેવાસી છે. સુરક્ષા એજન્સીઓએ ત્રણેય  શખસોની હાથ ધરી પુછપરછ કરી ડ્રોન કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલી રેલીમાં ડ્રોન ઉડાવવામાં આવ્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે અમદાવાદમાં પીએમની રેલી ચાલી રહી હતી, ત્યારે એક ખાનગી ડ્રોન ઉડતું જોવા મળ્યું હતું. હાલ તો પોલીસે વીડિયોગ્રાફર સામે એફઆઇઆર નોંધી છે. પોલીસ દ્વારા ડ્રોન છોડવામાં આવ્યું ન હોવાની પણ જાણ કરવામાં આવી છે, પરંતુ તેને ઉતારવામાં આવ્યું હતું.
 

ગુજરાતમાં 400 રાઇસ મિલોમાંથી  100 તો એકલા બાવળામાં છે 
બાવળામાં મોદીએ જંગી જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસની વાત કરતા મોદીએ જણાવ્યું કે ગુજરાતમાં 400 રાઇસ મિલો છે, જેમાં 100 તો એકલા બાવળામાં છે. વધુમાં આયુષમાન કાર્ડ અને ઉજ્જ્વલા યોજનાના લાભ અંગે જણાવ્યુ હતું.  વધુમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાને લઇને ગરીબોને ઘર મળ્યું અને તેની સાથે સંકળાયેલ ધંધામાં પણ તેજી આવી છે. બીજી બાજુ ગામડાઑનોવ વિકાસ થાય અને આધુનિક બને  તે માટે પ્રયાસો ચાલીરહ્યા છે. આજે મધ્યમ વર્ગ પરિવારના છોકરાઓ પણ અંગેજીમાં ભણી રહ્યા છે જેથી ગામડાની તાકાત વધી. કિસાન સહાય યોજનાને લઇને પૈસા ખેડૂતોના ખિસ્સામાં ગયા હોવાથી પાણી, બિયારણ, દવા સમયસર મેળવવામાં મદદરુપ થાય છે. 

1975માં લોથલને ધમધમતું કરવાનું સપનું જોયુ હતું : વડાપ્રધાન
નર્મદાનું પાણી સેંકડો ગામમાં પહોંચાડી તળાવો ભરવામાં આવે છે. જેને લઇને સિંચાઇથી ધાનની ખેતી દોઢ ગણી વધી ગઈ છે.વધુમાં સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું જેટલુ મહત્વ છે તેટલુ જ લોથલમાં મેરીટાઇ મ્યુઝિયમ બનાવી મહત્વ ઊભુ કરવાની ખાતરી આપી હતી. વિશ્વ ભરના લોકો લોથલ આવે તેવી સ્થિતિ નિર્માણ કરવાની વાત કરી હતી. 1975માં લોથલને ધમધમતું કરવાનું સપનું જોયુ હોવાની પણ વડાપ્રધાને વાત કરી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ