ગુજરાજ 2022 /
આપણાં નરેન્દ્રભાઈ! PM તો દિલ્હીમાં: PM મોદીની આ ઈમોશનલ અપીલ ગુજરાતીઓએ ઝીલી
Team VTV10:37 AM, 08 Dec 22
| Updated: 10:49 AM, 08 Dec 22
આજે ગુજરાત વિધાનસભાનું પરિણામ જાહેર થવાનું છે જેના માટે મતગણતરી સવારે 8 વાગ્યાંથી શરૂ થઇ ચૂકી છે ત્યારે પીએમ નરેન્દ્ર મોદી ગુજરાતમાં ધૂમ પ્રચારનું પરિણામ દેખાઇ રહ્યું છે. તેમણે દરેક રેલીમાં કહ્યું હતું કે તમારે, 'આપણાં નરેન્દ્રભાઈ જ કહેવાનું મને, PM તો હું દિલ્હીમાં '
ગુજરાતમાં પીએમ મોદીનો હતો ધૂમ પ્રચાર
આ ગુજરાત મેં બનાવ્યું છે નો આપ્યો નારો
દરેક રેલીમાં કરી ભાવુક અપીલ
કહ્યું આપણાં નરેન્દ્રભાઈ જ કહેવાનું મને, PM તો હું દિલ્હીમાં
ગુજરાત વિધાનસભાનાં ઇલેક્શનનાં પરિણામમાં ભાજપ જીતી રહી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે ગુજરાતમાં પીએમ મોદી ધૂમ પ્રચારનું પરિણામ આજે રિઝલ્ટમાં દેખાઇ રહ્યું છે. તેમણે દરેક રેલીમાં જનતાને ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે આપણાં નરેન્દ્રભાઈ જ કહેવાનું મને, PM તો હું દિલ્હીમાં.. તેમણે ઇમોશનલી કહ્યું હતું કે વડીલોને મારા પ્રણામ કહેજો! આટલું મારુ કામ કરશો ને! કરશો ને!
'આ ગુજરાત મેં બનાવ્યું છે
પીએમ મોદીની આ ઈમોશનલ અપીલ ગુજરાતીઓએ ઝીલી અને ધૂમ વોટ આપ્યાં છે. મોદીએ 'આ ગુજરાત મેં બનાવ્યું છે'નો નારો પણ આપ્યો હતો. આ રીતે તેમણે અપીલ કરી હતી જેનું પરિણામ આજે મતગણતરીમાં દેખાઇ રહ્યું છે.