નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે, બોર્ડની પરીક્ષાની તારીખથી લઈ વેકેશન સુધીની કરી સ્પષ્ટતા
રાજ્યના શિક્ષણ વિભાગે કેલેન્ડર બહાર પાડ્યું
નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે
9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો નહીં
એક તરફ શાળાઑ ખોળવાનો નિર્ણય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે બીજી તરફ શિક્ષણ વિભાગે શૈક્ષણિક કેલેન્ડર બહાર પાડતા હવે કોરોના કાળમાં બંધ થયેલા અભ્યાસને આગળ ધપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. લાગે છે કે સરકારે હવે શાળાઓને ફરીથી ધમધમતી કરવાનું મન બનાવી લીધું છે. શિક્ષણ વિભાગ તરફથી જાહેર કરાયેલા શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે તેમજ શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન લેવામાં આવશે તેવો પરિપત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો નહીં
પહેલા 6થી ઉપરના ધોરણની શાળાઑ ચાલુ કરી દીધી છે. હવે 1 થી 5 ધોરણની શાળાઑ ચાલુ કરવાનો નિર્ણય પર ગમે ત્યારે સરકારી મોહર લાગી શકે છે. ત્યારે શિક્ષણ વિભાગે નવું શૈક્ષણિક સત્ર 6 જૂન 2022થી શરૂ થશે એવી જાહેરાત કરી છે જેમાં ધોરણ 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો કરવામાં આવ્યો ન હોવાની વાત કરી છે મહત્વનું છે કે ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં મુજબ લેવામાં આવશે, તથા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી લઈ લેવામાં આવશે તો શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાશે, જો વર્ષ દરમિયાન શૈક્ષણિક કાર્યની વાત કરીએ તો પ્રથમ સત્રમાં 118 દિવસ, બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય રહેશે
કુલ 80 દિવસની રજાઓ રહેશે
શિક્ષણ વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં રજા બાબતે પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમાં દિવાળી વેકેશન 21 દિવસ અને ઉનાળુ વેકેશન 35 દિવસનું રહેશે, આ ઉપરાંત 8 દિવસ સ્થાનિક રજાઓ અને 16 દિવસની જાહેર રજાઓ સાથે કુલ 80 દિવસની રજાઓ રહેશે
શિક્ષણ વિભાગનું કેલેન્ડર ઊડતી નજરે
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 14 માર્ચથી 30 માર્ચ સુધી યોજાશે
શાળાની વાર્ષિક પરીક્ષા 11 એપ્રિલથી 21 એપ્રિલ દરમિયાન યોજાશે
ધોરણ 9 થી 12 ના અભ્યાસ ક્રમમાં કોઇ ઘટાડો કરાશે નહી
ધોરણ 9 થી 12 ની પ્રથમ પરીક્ષા જૂન થી સપ્ટેમ્બર માસના અભ્યાસક્રમમાં રહેશે
પ્રથમ સત્રમાં 118 કર્યો દિવસ, બીજા સત્રમાં 130 દિવસનું કાર્ય