બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સિંહની સંખ્યા વધી ત્યાં ગુજરાતમાં વાધ દેખાયો, 5 વર્ષ બાદ રાજ્યમાં એન્ટ્રી, 4 મહિનાથી જંગલમાં આંટાફેરા
Last Updated: 03:45 PM, 22 May 2025
દાહોદ જિલ્લાના જંગલ વિસ્તારમાં એક વખત ફરી વાઘ જોવા મળ્યો છે. મળતી માહિતી મુજબ, ચાર મહિનાથી વધુ સમય પહેલાં વનવિભાગના કર્મચારીઓને જંગલમાં વાઘ જેવા પ્રાણીના પગમાર્ક જોવા મળ્યા હતા. ત્યારબાદ વાઘની હાજરીને પાક્કી કરવા માટે ટ્રેપ કેમેરા ગોઠવવામાં આવ્યા હતા. આ કેમેરામાં સ્પષ્ટ રીતે વાઘ જોવા મળી રહ્યો છે. જેથી તેનો ફોટો લઇને વનવિભાગે વાઘ હોવાનું પુષ્ટિ કરી દીધું છે.
ADVERTISEMENT

ત્યારથી વાઘની સલામતી માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે અને 24 કલાક નજર રાખવામાં આવી રહી છે. વાઘને ખોરાક અને પાણી સરળતાથી મળી રહે તે માટે પણ તકેદારી રાખવામાં આવી છે. આ વાઘ ક્યાંથી આવ્યો તે અંગે પણ ચર્ચા ચાલી રહી છે. દાહોદ જિલ્લાના બારિયા વિસ્તારમાં દેખાયેલા આ વાઘ વિશે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે તે મધ્ય પ્રદેશથી અહીં આવ્યો હોય શકે છે.
ADVERTISEMENT

મધ્ય પ્રદેશના પેન્ચ નેશનલ પાર્ક અને શિવની જેવા વાઘ અભયારણ્યો છિંદવાડા જિલ્લામાં આવેલા છે, જે દાહોદથી લગભગ 650 કિ.મી. દૂર છે. તેમ છતાં વિશેષજ્ઞો માને છે કે વાઘ તેનું અંતર કાપી શકે તેવી શક્યતા છે, પણ વધુ સભાવના ઈન્દોર અને ઝાબુઆ વચ્ચેના જંગલ વિસ્તારમાંથી આવવાની છે, જે દાહોદથી નજીક પડે છે.
ADVERTISEMENT

ગુજરાતના ઇતિહાસ પર નજર કરીએ તો દાયકાઓ પહેલાં વલસાડથી લઈને અંબાજી સુધીના ટ્રાઈબલ વિસ્તારોના જંગલોમાં વાઘ જોવા મળતા હતા. એમ તો અમદાવાદ શહેરની હદમાં પણ વાઘના પ્રવેશના કેસ નોંધાયા છે. ઉત્તર ગુજરાતના બાલારામ વનવિસ્તારમાં પણ વાઘ દેખાયાની ઘટનાઓ વનવિભાગના રેકોર્ડમાં છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કોબામાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે પડ્યા સૂર્યના કિરણ, નજારો જોઈ ભક્તો અભિભૂત
છેલ્લે 2019માં મહીસાગર જિલ્લામાં વાઘ જોવા મળ્યો હતો. એ સમયે કોઈ વ્યક્તિએ મોબાઈલથી તેની તસવીર લીધી હતી, જેની પુષ્ટિ વનવિભાગે કરી હતી. આ પહેલાં 1985માં ડાંગ જિલ્લાના દક્ષિણ ભાગમાં વાઘ દેખાવાની ઘટના નોંધાઈ હતી.જેથી એવા અનુમાન છે કે ગુજરાતના જંગલોમાં ફરીથી વાઘોની હાજરી તરફ સંકેત આપે છે, જે માટે વનવિભાગ હવે વધુ સવાધાન બની ગયા છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.