બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોબામાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે પડ્યા સૂર્યના કિરણ, નજારો જોઈ ભક્તો અભિભૂત

ગાંધીનગર / કોબામાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે પડ્યા સૂર્યના કિરણ, નજારો જોઈ ભક્તો અભિભૂત

Priykant Shrimali

Last Updated: 03:32 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Koba Mahavir Sun Tilak : કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના જે દિવસે અને જે સમયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં તે સમય એટલે કે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટ પર થાય છે સૂર્યતીલક, જુઓ Video

Koba Mahavir Sun Tilak : કોબા ખાતે ભગવાન મહાવીરના લલાટે ફરી એકવાર સૂર્ય તિલકના દર્શન થયા છે. વાસ્તવમાં ગાંધીનગરના કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે આ ઘટના બને છે. આજે ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્ય તિલકનો અદ્ભૂત નજારો જોવા મળ્યો હતો. વિગતો મુજબ મહાવીર સ્વામીની મૂર્તિના લલાટના મધ્યમાં સૂર્ય નારાયણના કિરણો પડે છે. આ તરફ સૂર્યનારાયણના કિરણોથી મહાવીર સ્વામીના લલાટે તિલક બને છે. શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી આ તિલક બને છે. નોંધનીય છે કે, દર વર્ષે મે મહિનાની 22 તારીખે આ પ્રકારની એક અદ્ભુત ખગોળકીય ઘટના બને છે.

ગાંધીનગરના કોબા ખાતે જૈન આરાધના કેન્દ્રમાં દર વર્ષે ભગવાન મહાવીરના લલાટે સૂર્ય તિલકના દર્શન થયા છે. દર વર્ષે મે મહિનાની 22 તારીખે શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી આ તિલક બન્યું છે. 22 મેના રોજ 2 વાગ્યાને 7 મીનીટે અદ્ભુત નજરો જોવા મળ્યો હતો. નોંધનીય છે કે, સૂર્યતિલક થાય એવી આ ઘટના ગુજરાતમાં માત્ર કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે. વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે.

વધુ વાંચો : લીવ ઇનમાં રહેતી પ્રેમિકાના પિતા, ફુવા, ફઈ પ્રેમી પર તૂટી પડ્યા, છેલ્લે યમરાજ ફાવ્યા, કરુંણ અંજામ

મહત્વનું છે કે, દેરાસરનું નિર્માણ એવી રીતે થયું છે કે, દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે. કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના જે દિવસે અને જે સમયે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાં હતાં તે સમય એટલે કે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટ પર આ સૂર્યતીલક થાય છે. અહીં એ નોંધનીય છે કે, વર્ષોથી કોઈપણ પ્રાકૃતિક આપદા સૂર્ય તિલકને રોકી શકી નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Lord Mahavir Surya Tilak Koba Mahavir Sun Tilak Surya Tilak
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ