બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / લીવ ઇનમાં રહેતી પ્રેમિકાના પિતા, ફુવા, ફઈ પ્રેમી પર તૂટી પડ્યા, છેલ્લે યમરાજ ફાવ્યા, કરુંણ અંજામ

જામનગર / લીવ ઇનમાં રહેતી પ્રેમિકાના પિતા, ફુવા, ફઈ પ્રેમી પર તૂટી પડ્યા, છેલ્લે યમરાજ ફાવ્યા, કરુંણ અંજામ

Priykant Shrimali

Last Updated: 03:05 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jamanagar : લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવકનું પહેલા અપહરણ કરી ઢોર માર માર્યો, સારવારને અંતે યુવકનું મોત થતાં 4 લોકો સામે ફરિયાદ દાખલ

Jamanagar : જામનગરમાં લીવ ઇન રિલેશનશીપમાં રહેતા યુવકના અપહરણ-હત્યાનો કેસ સામે આવ્યો છે. વિગતો મુજબ જામનગરમાં તેની પ્રેમિકા સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતા યુવકનું પ્રેમિકાના પિતા, ફુવા, ફઈ અને ફઈના પુત્રએ સાથે સાથે મળી કાવતરું રચી અપહરણ કર્યું હતું. આ તરફ આશિષ અસ્વારનું અપહરણ કરી ઢોરમાર મારી ફેંકી દીધો હતો. જોકે જી જી હોસ્પિટલમાં 12 દિવસની સારવારના અંતે યુવકનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે પ્રેમિકાના પિતા, ફુવા, ફઈ અને ફઈના પુત્રની અટકાયત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

શું છે સમગ્ર ઘટના ?

જામનગર શહેરમાં રહેતા આશિષ અસ્વાર (ઉ.વ.21) નામના યુવકનું ગત્ તા.7 મેના રોજ અજાણ્યા શખ્સો અપહરણ કરી કનસુમરા નજીક આવેલી અવાવરૂ જગ્યાએ લઇ ગયા હતા. ત્યાં ઢોરમાર મારી ફેંકી દીધો હતો. ત્યારબાદ યુવકને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પંચકોષી ‘બી’ પોલીસ સ્ટેશનનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. જ્યાં યુવક બેશુઘ્ધ હાલતમાં રહ્યો હતો. પરંતુ યુવકની 12 દિવસની સારવાર બાદમોત નિપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો.

પ્રેમપ્રકરણમાં યુવકની હત્યા નિપજતા પરિવારજનો દ્વારા મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. બનાવના પગલે બ્રહ્મસમાજના આગેવાનો હોસ્પિટલે દોડી ગયા હતા અને મૃતક યુવક ક્રિષ્નાબેન નામની યુવતી સાથે લીવ ઇન રીલેશનશીપમાં રહેતો હોવાનું જાણવા મળ્યું હતું.

વધુ વાંચો : ગુજરાતમાં કોરોના પગપેસારો વધ્યો, અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ, હવે કુલ આટલા કેસ

અંતે આરોપીઓ ઝડપાયા

યુવકનું અપહરણ થતાં ક્રિષ્નાબેન તેના ફોઇને ફોન પર વાત કરતા હતા ત્યારે સામેથી એવો જવાબ મળ્યો હતો કે, તારા પિતા અને તારા ફુઆ સહિતના આશિષને ઉઠાવી ગયા છે. તારે જે કરવું હોય તે કરી લેજે. જે બાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસ મથકે દોડી ગયા હતા અને ત્યાં આશિષનું અપહરણ કરી ઢોરમાર મારવા માટે તેના પિતા વિક્રમ કેશવાલા, ફુઆ રામદેવ બોખીરયા, ફૈબા નિરૂબેન બોખીરયા અને વિવેક બોખીરયા સામે ફરિયાદ નોંધાવી હતી. આ હુમલાની ઘટનામાં યુવકનું મોત નિપજતા પોલીસે હત્યાની કલમ ઉમેરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ફૉઈ નિરૂબેન બોખીરયા નામની મહિલાની અટકાયત બાદ પ્રેમિકાના પિતા વિક્રમ કેશવાલા, ફુઆ રામદેવ બોખીરયા અને વિવેક બોખીરયાની અટકાયત કરી રિમાન્ડ સહિતની કાર્યવાહી હાથ ધરી હતી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jamnagar Live in Relationship G G Hospital
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ