બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં કોરોના પગપેસારો વધ્યો, અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ, હવે કુલ આટલા કેસ

ચિંતા / ગુજરાતમાં કોરોના પગપેસારો વધ્યો, અમદાવાદમાં 20 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ, હવે કુલ આટલા કેસ

Priykant Shrimali

Last Updated: 02:46 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Corona Case : અમદાવાદમાં 20 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, યુવતીને સોલા સિવિલમાં ઓક્સિજન પર રાખવામાં આવી

Gujarat Corona Case : કોરોના કેસને લઈ ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજ્યમાં વધુ એક કોરોના કેસ નોંધાયો છે. આજે વધુ એક કેસ નોંધાતાની સાથે જ હવે રાજ્યમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 9 પર પહોંચી છે. પ્રાથમિક વિગતો મુજબ અમદાવાદમાં 20 વર્ષીય યુવતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ તરફ યુવતીને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.

20 વર્ષીય યુવતીને કોરોના

વિગતો મુજબ અમદાવાદની 20 વર્ષીય યુવતી શ્વાસની તકલીફ સાથે સારવાર માટે આવી હતી. આ તરફ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા હાલ યુવતીને ઓક્સિજન પર રાખવામાં આવી છે. અહીં એ પણ નોંધનીય છે કે, કોરોના વાયરસની કેસોને લઈ સાવચેતીના ભાગરૂપે સોલા સિવિલ હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. સોલા સિવિલમાં કોરોના વાયરસના કેસોને લઈ ઓક્સિજન અને ઇન્જેક્શન પણ તૈયાર રખાયા છે.

વધુ વાંચો : ગુજરાતમાં ભારે વરસાદ સાથે રેતીનું તોફાન આવશે, અંબાલાલ પટેલની આંધીવાળી આગાહી

દેશની સાથે-સાથે હવે ગુજરાતમા પણ ધીરે-ધીરે કોરોના વાયરસના કેસો વધી રહ્યા છે. આ તરફ હવે સાવચેતીના ભાગરૂપે હોસ્પિટલોમાં પણ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાઈ રહ્યા છે. જેમાં ખાસ કરીને ઓક્સિજન ટેન્ક, PPE કિટ, વેન્ટિલેટર અને દવાઓ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. વાત કરીએ અમદાવાદની તો અહીં સિવિલ હોસ્પિટલમાં 1200 બેડની હોસ્પિટલ અને 20 હજારની 2 ઓક્સિજન ટેન્ક તૈયાર રાખવામાં આવી છે. આ સાથે રાજકોટ સિવિલમાં 20 બેડનો ખાસ વોર્ડ તો વડોદરાની સયાજી હોસ્પિટલમાં 22 બેડનો આઇસોલેશન વોર્ડ ઊભો કરાયો છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Corona virus Ahmedabad Sola Civil
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ