બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં ભારે વરસાદ સાથે રેતીનું તોફાન આવશે, અંબાલાલ પટેલની આંધીવાળી આગાહી

અંબાલાલની આગાહી / ગુજરાતમાં ભારે વરસાદ સાથે રેતીનું તોફાન આવશે, અંબાલાલ પટેલની આંધીવાળી આગાહી

Priykant Shrimali

Last Updated: 02:31 PM, 22 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ambalal Patel Forecast : અંબાલાલ પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી

Ambalal Patel Forecast : ગુજરાત પર સંભવિત વાવાઝોડાનો ખતરાને લઈ હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અગાઉ અંબાલાલ પટેલે અનેક વિસ્તારોમાં વરસાદની આગાહી કર્યા બાદ હવે વાવાઝોડાને લઈ પણ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 23 મે એ હવાનુ હળવુ દબાણ સર્જાશે. આ સાથે 24-25 તારીખ આસપાસ હવાનુ હળવુ દબાણ ચક્રવાત બનશે. આ સાથે તેમણે કહ્યું કે, આ ચક્રવાત ખૂબ મોટું હશે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, દરિયાઈ કાઠા વિસ્તારોમાં મૂશળધાર વરસાદ થશે.

રાજ્યમાં વાવાઝોડાનું સંકટ ઘેરાઇ રહ્યું છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ થઈ શકે છે.

અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે અમદાવાદ સહિતના મધ્ય ગુજરાતના ભાગોમાં મૂશળધાર વરસાદ થઈ શકે છે. આ સાથે અમદાવાદમાં હવાનું દબાણ 1 હજાર મિલિબાર આસપાસ રહેશે તો અરબ સાગરમાં હવાનું દબાણ 800-900 મિલિબાર આસપાસ રહેશે.

વધુ વાંચો : પહેલગામ હુમલાના 1 મહિના બાદ મોટા સમાચાર! આ વાત જાણીને હેરતમાં મૂકાશે, ઉત્સાહમાં યાદ પણ ન રહ્યું!

અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, સમુદ્રમાં હવાનું દબાણ ઓછું રહેતા આંધી વંટોળનું પ્રમાણ વધશે. આ સાથે રાજ્યમાં 50થી 55 કિમી પ્રતિ કલાકની ઝડપે વિન્ડ ડસ્ટ ઉડવાની સંભાવના પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે કચ્છ- ઉત્તર ભારતના ભાગોમાં વિન્ડ ડસ્ટનું પ્રમાણ વધુ રહેશે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat rain Ambalal Patel forecast storm forecast
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ