બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / એકનું મોત, 15થી વધુ ઘાયલ, MPથી અમદાવાદ આવતી બસને દાહોદમાં નડ્યો અકસ્માત

અકસ્માત / એકનું મોત, 15થી વધુ ઘાયલ, MPથી અમદાવાદ આવતી બસને દાહોદમાં નડ્યો અકસ્માત

Priykant Shrimali

Last Updated: 10:41 AM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Dahod Accident : મધ્યપ્રદેશના ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસ હાઈવે પર આવેલી હોટલ પાસે વળાંક લઈ રહી હતી અને પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે બસને જોરદાર ટક્કર મારી, જાણો પછી શું થયું ?

Dahod Accident : રાજ્યમાં ફરી એકવાર અકસ્માતની ઘટના સામે આવી છે. વિગતો મુજબ અમદાવાદ–ઇન્દોર હાઈવે પર દાહોદ નજીક એક ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. મધ્યપ્રદેશ રાજ્ય પરિવહન નિગમની લકઝરી બસ અને એક ટ્રક વચ્ચે થયેલા અકસ્માતમાં એક મુસાફરનું કરુણ મોત થયું છે, જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના દાહોદના જાલત ગામ નજીક રાત્રિના સમયે બની હતી.

શું હતી સમગ્ર ઘટના ?

મધ્યપ્રદેશના ઇન્દોરથી અમદાવાદ જઈ રહેલી લક્ઝરી બસ હાઈવે પર આવેલી અવંતિકા હોટલ પાસે વળાંક લઈ રહી હતી. તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ટ્રકે બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભારે હતી કે બસનો ડ્રાઇવર કાબુ ગુમાવી બેઠો અને બસ પલટી મારીને રસ્તા પર ઘસડાતી ગઈ. અકસ્માત સમયે લક્ઝરી બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા. બસ પલટી ખાતા જ અંદર બેઠેલા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ. કેટલાક મુસાફરો પોતાનો જીવ બચાવવા બસની બારીઓમાંથી બહાર કૂદ્યા હતા. આ દરમિયાન 35 વર્ષીય કદમ સિંગર નામના મુસાફર પર બસ પલટી જતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

15થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ

વિગતો મુજબ અકસ્માતમાં અંદાજે 15થી 17 જેટલા મુસાફરોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે દાહોદની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ડોક્ટરો દ્વારા તમામને સારવાર આપવામાં આવી રહી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર એક બાળકની હાલત થોડી ગંભીર હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોની હાલત સ્થિર છે. ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો મદદ માટે દોડી આવ્યા હતા. બાદમાં દાહોદ પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં લઈ હાઈવે પરથી બસ અને ટ્રકને દૂર કરાવી વાહનવ્યવહાર ફરી શરૂ કરાવ્યો હતો. હાલ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો : આ તારીખે CG-રોડ અને સિંધુભવન-રોડ બંધ, તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર, જાણો કારણ

શું કહ્યું મુસાફરોએ ?

મૃતકના ભાઈએ જણાવ્યું હતું કે, તેઓ ભુરા ટાબરાથી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. અકસ્માત બાદ તેમને પોતાના ભાઈનો કોઈ પત્તો ન લાગતા શોધખોળ કરતા બસની નીચે દબાયેલો મળ્યો હતો. બીજી તરફ એક મુસાફરે જણાવ્યું કે, તેઓ ઊંઘમાં હતા અને અચાનક બસ પલટી જતા જાગી ગયા હતા. તેઓ મધ્યપ્રદેશમાં રેલવેની પરીક્ષા આપવા ગયા હતા અને પરત ફરી રહ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Madhya Pradesh ST bus accident Dahod Highway accident
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ