બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / આ તારીખે CG-રોડ અને સિંધુભવન-રોડ બંધ, તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર, જાણો કારણ

મોટો નિર્ણય / આ તારીખે CG-રોડ અને સિંધુભવન-રોડ બંધ, તમામ વિસ્તારોમાં નો ડ્રોન ફલાય ઝોન જાહેર, જાણો કારણ

Priykant Shrimali

Last Updated: 09:12 AM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ahmedabad Police : અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા, અહીં જાણો તમામ વિગતો

Ahmedabad Police : 31stની લઈને હાલ લોકો ઉજવણીની તૈયાર કરી રહ્યા છે ત્યારે એક મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં નવા વર્ષની ઉજવણી દરમિયાન શહેરમાં વધતી ભીડ અને જાહેર સલામતીને ધ્યાનમાં રાખીને અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા ખાસ ટ્રાફિક ડાયવર્ઝન અને નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. 31 ડિસેમ્બર અને 1 જાન્યુઆરી દરમિયાન શહેરના કેટલાક મુખ્ય રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ રહેશે તેમજ વૈકલ્પિક રૂટનો ઉપયોગ કરવા લોકોને સૂચના આપવામાં આવી છે.

CG રોડ અને સિંધુ ભવન રોડ રહેશે બંધ

31 ડિસેમ્બરના સાંજે 6 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી CG રોડ પર સ્ટેડિયમ સર્કલથી પંચવટી સુધી તમામ પ્રકારના વાહનો માટે પ્રવેશ બંધ રહેશે. તે જ રીતે સિંધુ ભવન રોડ પર ઝાઝરમાન ચાર રસ્તાથી તાજ સ્કાય લાઈન ચાર રસ્તા સુધી બંને બાજુથી વાહન વ્યવહાર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.

વૈકલ્પિક રૂટની વ્યવસ્થા

વાહનચાલકો માટે વૈકલ્પિક માર્ગો પણ ખુલ્લા રાખવામાં આવ્યા છે. સમથેશ્વર મહાદેવથી બોડી લાઇન ચાર રસ્તા થઈ CG રોડ ક્રોસ કરી શકાશે, પરંતુ CG રોડ પર વાહન ચલાવી શકાશે નહીં. મીઠાખળી સર્કલથી ગિરીશ કોલ્ડ્રિંક્સ ચાર રસ્તા થઈ સેન્ટ ઝેવિયર્સ રોડ તથા નવરંગપુરા બસ સ્ટેન્ડથી સ્વસ્તિક ચાર રસ્તા, કોમર્સ છ રસ્તા થઈ અવરજવર કરી શકાશે. સિંધુ ભવન રોડ માટે વૈકલ્પિક રીતે ઝાઝરમાન ચાર રસ્તાથી અશ્વમેઘ બંગલો, કાલી બારી મંદિર રોડ, ઉમિયા ટ્રેડર્સ ટી થઈ તાજ સ્કાય લાઈન તરફ જઈ શકાશે. ઉપરાંત બાગમાં ચાર રસ્તા થઈ આંબલી ઓવરબ્રિજ મારફતે શીલજ સર્કલ તરફ જવાની વ્યવસ્થા રહેશે.

નો ડ્રોન ફલાય ઝોન જાહેર

નોંધનીય છે કે, કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહના અમદાવાદ પ્રવાસને લઈને શહેરના તમામ વિસ્તારોમાં 27 ડિસેમ્બર સાંજે 6 વાગ્યાથી 28 ડિસેમ્બર રાત્રે 12 વાગ્યા સુધી નો ડ્રોન ફલાય ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ દરમિયાન ડ્રોન સહિત કોઈપણ પ્રકારના ઉડતાં સાધન ચલાવવા પર પ્રતિબંધ રહેશે. નિયમ ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

ભારે વાહનો પર પ્રતિબંધ

31 ડિસેમ્બર દરમિયાન સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે અને મધ્યમ માલવાહક વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં. ઉપરાંત SG હાઈવે પર પણ 31 ડિસેમ્બર રાત્રે 8 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. વાહનચાલકોને સરદાર પટેલ રિંગ રોડનો ઉપયોગ કરવા જણાવાયું છે.

આ પણ વાંચો : મહાનગરપાલિકાના પાપે નિવૃત્ત DySPના પુત્રનું મોત, ખુલ્લો ડ્રેનેજ મેન હોલ યુવક માટે કાળ બન્યો

પાર્કિંગ પર પણ નિયંત્રણ

પકવાન ચાર રસ્તાથી સાણંદ ચોકડી સુધી SG રોડ તથા તેની સર્વિસ રોડ પર 31 ડિસેમ્બર સાંજે 7 વાગ્યાથી 1 જાન્યુઆરી રાત્રે 3 વાગ્યા સુધી પાર્કિંગ પર પ્રતિબંધ રહેશે. નહેરુનગર સર્કલથી શિવરંજની અને ઇસ્કોન ચાર રસ્તા સુધી ખાનગી લક્ઝરી વાહનોનું પાર્કિંગ પણ મંજૂર નહીં હોય. જોકે ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને સરકારી ફરજ પરના વાહનોને છૂટ આપવામાં આવી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

31 December 2025 Ahmedabad Sindhubhavan Road
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ