ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / મહાનગરપાલિકાના પાપે નિવૃત્ત DySPના પુત્રનું મોત, ખુલ્લો ડ્રેનેજ મેન હોલ યુવક માટે કાળ બન્યો
Last Updated: 10:35 PM, 26 December 2025
ADVERTISEMENT
Vadodara : વડોદરા શહેરમાં ફરી એક વખત તંત્રની બેદરકારી સામે આવી છે. વિગતો મુજબ માંજલપુર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ પાસે ખુલ્લો પડેલો ડ્રેનેજ મેન હોલ એક યુવાન માટે કાળ સાબિત થયો. આ દુર્ઘટનામાં વિપુલસિંહ ઝાલા નામના યુવકનું મોત થયું છે. તેઓ નિવૃત્ત DySPના પુત્ર હતા.
ADVERTISEMENT
શું હતી સમગ્ર ઘટના ?
વિગતો મુજબ નિવૃત્ત DySPના પુત્ર વિપુલસિંહ ઝાલા ચાલીને ઘરે જઈ રહ્યા હતા. આ તરફ રસ્તા પર યોગ્ય લાઇટ ન હોવાના કારણે અને મેન હોલ ખુલ્લો હોવાને કારણે તેઓ ધ્યાન ન આપી શક્યા અને સીધા તેમાં પડી ગયા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ભારે જહેમત બાદ મેનહોલમાં ઉતરી યુવકના મૃતદેહને બહાર કાઢ્યો.
ADVERTISEMENT

આ ઘટના બાદ પરિવારમાં ભારે શોક અને આક્રંદ છવાયો છે. એક જવાબદાર પરિવારનો યુવાન દીકરો માત્ર તંત્રની બેદરકારીના કારણે જીવ ગુમાવી બેઠો. બીજી તરફ આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે શહેરમાં ખુલ્લા મેનહોલ કેમ રાખવામાં આવે છે? શું આટલી મોટી બેદરકારી માટે કોઈ જવાબદાર નથી?
ADVERTISEMENT
આ પણ વાંચો : VIDEO: ભરૂચમાં ડમ્પર ચાલકોનો આતંક યથાવત, મહિલા બાઈક ચાલકને લીધી અડફેટે
સળગતા સવાલ
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ