બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / gujarat chhota udepur the sister becomes the groom gets married and brings his sister in law know reason

ના હોય! / ગુજરાતના આ ગામોમાં અનોખી પરંપરા! બહેન લગ્ન કરીને લાવે છે પોતાની ભાભી, કારણ છે ચોંકાવનારૂ

Published By: Arohi

Last Updated: 08:00 PM, 28 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતના છોટા ઉદેપુરમાં એવી પરંપરા છે કે વરરાજાની બહેન વરરાજા તરીકે લગ્ન કરવા જાય છે અને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે.

  • ગુજરાતના આ ગામમાં અનોખી પરંપરા 
  • બહેન લઈને આવે છે પોતાની ભાભી 
  • જાણો તેના પાછળનું કારણ 

આમ તો ભારત વિવિધતાથી ભરેલો દેશ છે. જ્યાં અલગ અલગ પ્રકારના રીતિ-રિવાજ થાય છે ગુજરાતના છોટા ઉદેપુરમાં આવો જ એક અલગ પ્રકારનો રિવાજ છે. હાલમાં જ અહીં એક લગ્ન થયા જ્યાં એક બહેને પોતાના ભાઈની થનાર પત્ની એટલે કે દુલ્હનની સાથે પહેલા લગ્ન કર્યા. ત્યાર બાદ ભાભીને દુલ્હન બનાવીને ઘરે લાવવામાં આવી. 

બહેન કરે છે લગ્ન 
એક ખબર અનુસાર અહીંના ત્રણ ગામોમાં અવી પરંપરા છે કે દુલ્હાની બહેન દુલ્હો બનીને લગ્ન કરવા માટે જાય છે. આ ત્રણ ગામના નામ અંબાલા, સુરખેડા અને સનાડા છે. દુલ્હાની જગ્યા પર તેની બહેનનો વરઘોડો નીકળે છે અને દુલ્હાની બહેન જ દુલ્હનની સાથે ફેરા પણ ફરે છે. બાદમાં બધી વિધિ પુરી કરીને જાન દિલ્હાના ગામે પરત ફરે છે. 

કુંવારા દેવતાના પ્રકોપથી બચવા માટે યુવકો નથી કરતા વિવાહ 
હકીકતે અહીંના આદિવાસી લોકો દેવ ભરમાદેવને પોતાના આરાધ્ય દેવ માને છે. આદિવાસિની આ પરંપરા છે કે ભરમાદેવ કુંવારા દેવ છે. માટે આ 3 ગામના કોઈ યુવકો જાન લઈને નથી ગયા.  

વર્ષોથી ચાલી રહી છે આ અનોખી પ્રથા 
આ પ્રકોપથી બચવા માટે દુલ્હાની બહેન જ વરઘોડો લઈને જાય છે. ત્યાર બાદ તે ફેરા ફરે છે અને પોતાની ભાભીને ઘરે લઈને આવે છે. સ્થાનીક લોકોનું કહેવું છે કે આ રિવાજ વર્ષોથી ચાલતો આવે છે. તેમણે અમુક સમય પહેલા આ પ્રથાને બદલવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ લગ્ન કરવા આવેલા ત્રણ દુલ્હાના મોત થઈ ગયા. જેના કારણે આ ત્રણેય ગામમાં આજ પ્રથા ચાલતી આવે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Groom chhota udepur gujarat married Chhota Udaipur

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ