બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / Gujarat budget 2020 nitin patel declared for farmer

બજેટ / Gujarat Budget: ખેડૂતો માટે 7423 કરોડની જોગવાઈ, જાણો શું શું મળ્યું

Last Updated: 04:35 PM, 26 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભામાં નીતિન પટેલે બજેટ રજૂ કર્યો હતું જેમાં તેમણે ખેડૂતો માટે કૃષિલક્ષી બજેટ હોવાનું કહીને બજેટની શરૂઆત કરી હતી. પીએમ કિસાન યોજના, પાકવીમા, અને પાકનુકસાન સહાયની પણ વાત કરી હતી. રૂા. 7423 કરોડનું બજેટ જાહેર કર્યુ.

કૃષિક્ષેત્રે 27,423 કરોડ કુલ જોગવાઈ

  • કૃષિ અને ખેડૂત કલ્યાણ માટે બજેટમાં 7423 કરોડની જોગવાઈ 
  • ખાતેદાર ખેડૂતોને અકસ્માત વીમા હેઠળ 72 કરોડની જોગવાઈ
  • ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ મળે તે માટે 1000 કરોડની જોગવાઈ 
  • ખેડૂતોને પાક વિમાનું પ્રીમિયમ ભરવા 1190 કરોડની જોગવાઈ 
  • રાષ્ટ્રીય કૃષિ વિકાસ યોજના અને તેને સંલગ્ન પ્રોજેક્ટ માટે ૩૦૦ કરોડની જોગવાઈ
  • એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ એકમોને સહાય માટે 34 કરોડની જોગવાઈ

મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ

  • બજેટમાં મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાની જાહેરાત કરાઈ
  • પશુપાલન માટે નાના ગોડાઉન બનાવવા સહાય કરાશે
  • એકમ દીઠ ૩૦ હજાર સહાયની યોજના
  • ખેડૂતોએ આ બાંધકામ માટે એને લેવાનું રહેશે નહીં
  • મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના માટે બજેટમાં ૩૦૦ કરોડની જોગવાઈ

કૃષિ યાંત્રિકીકરણ માટે 235 કરોડની જોગવાઈ

  • ખેડૂતોને ટ્રેક્ટર તેમજ ઓજારોની ખરીદી માટે સહાય કરવામાં આવશે
  • 39,000 કરોડના કૃષિ ધિરાણ ઉપર શૂન્ય ટકા વ્યાજ છે. 

ઓર્ગેનિક ખેત ઉત્પાદન ખેડૂતને વધુ આવક અપાવે છે

  • એક ગાય દીઠ મહીને 900 રુપિયા સહાય અપાશે
  • ગાય આધારિત ખેતી માટે દર વર્ષે 10 હજારની સહાય અપાશે
  • ગાય દીઠ ખેતી માટે 50 કરોડોની જોગવાઈ
  • દાડમ, કેરી જેવા ફળોને માર્કેટ માટે 75 હજારથી એક લાખની સહાય અપાશે

રાજ્ય સરકારે ખેડૂત પરિવહન માટે યોજનાની જાહેરાત.

  • આ યોજના માટે બજેટમાં ૩૦ કરોડની જોગવાઈ 
  • રાજ્ય સરકારે કિસાન પરિવહન યોજનાની જાહેરાત કરી
  • ખેડૂતોને હળવા વાહનની ખરીદી માટે 50થી 75 હજાર સુધીની સહાય કરાશે
  • પ્રથમ તબક્કામાં પાંચ હજાર ખેડૂતોને લાભ આપવાનો લક્ષ્યાંક

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat budget 2020 Nitin Patel agro new ગુજરાત બજેટ ગુજરાત વિધાનસભા ઝીરો બજેટ ખેતી Gujarat budget 2020
Gayatri
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ